Home /News /dharm-bhakti /

આજે છે માગસરી પૂનમ, જાણી લો તેનું મહત્વ અને કેવી રીતે કરશો પૂજન

આજે છે માગસરી પૂનમ, જાણી લો તેનું મહત્વ અને કેવી રીતે કરશો પૂજન

ગીતાનાં ઉપદેશોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, બારેય મહિનામાં સૌથી પવિત્ર માગશર મહિનાની પૂનમ માનું છું. ભગવાન કૃષ્ણનાં કથનથી સ્પષ્ટ થાય છે કે હિન્દુઓ માટે આ મહિનાની પૂનમ કેટલું મહત્વ છે.

ગીતાનાં ઉપદેશોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, બારેય મહિનામાં સૌથી પવિત્ર માગશર મહિનાની પૂનમ માનું છું. ભગવાન કૃષ્ણનાં કથનથી સ્પષ્ટ થાય છે કે હિન્દુઓ માટે આ મહિનાની પૂનમ કેટલું મહત્વ છે.

અમદાવાદ: ગીતાનાં ઉપદેશોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, બારેય મહિનામાં સૌથી પવિત્ર માગશર મહિનાની પૂનમ માનું છું. ભગવાન કૃષ્ણનાં કથનથી સ્પષ્ટ થાય છે કે હિન્દુઓ માટે આ મહિનાની પૂનમ કેટલું મહત્વ છે. આ મહિનામાં પૂર્ણિમાનાં વ્રતનું પણ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનાની પહેલી તિથિથી જ સનાતન ધર્મ અનુસાર સતયુગ કાળનો પ્રારંભ દેવતાઓએ કર્યો હતો.
આ વખતે આજે રવિવારનાં દિવસે ત્રીજી ડિસેમ્બરનાં રોજ માગસર પૂર્ણિમા છે. આ પૂર્ણિમાને બત્તીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને પૂજન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો બ્રાહ્મણોને દાન-દક્ષિણા પણ આપે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનારા બધાજની મનોકામના પૂર્ણ થઇ જાય છે.
માન્યતાઓ અનુસાર, પૂર્ણિમાનાં દિવસે ચંદ્રમાને અમૃતથી સિંચવામાં આવ્યા હતાં. આ દિવસે ચંદ્ર દેવનું પૂજન કરવાથી ચંદ્ર ગ્રહનાં દોષથી મુક્તિ મળે છે. ચંદ્ર ગ્રહનાં ક્રૂર પ્રભાવથી બચવા માટે કોઇ  કન્યાને વસ્ત્રનું દાન કરવું જોઇએ.


આજનાં દિવસે શું કરશો ખાસ ?
આજનો દિવસ બત્તીસી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે સત્યનારાયણ દેવની કથા સાંભળી તેમનું પૂજન કરવું.


કોને કરવું દાન ?
ચંદ્ર ગ્રહનાં ક્રૂર પ્રભાવથી બચવા કન્યાને વસ્ત્રનું દાન કરવું, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવી.


આજનાં પૂજનનું શું મળશે ફળ?
આપની મનોકામના પૂર્ણ થશે, ચંદ્ર ગ્રહનાં દોષથી મુક્તિ મળશે

First published:

Tags: Astha, Dharm, Poonam

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन