Home /News /dharm-bhakti /

Margashirsha Purnima 2021 : માગશર પૂર્ણિમા, જાણો તેનું મહત્વ અને શુભ મૂહુર્ત

Margashirsha Purnima 2021 : માગશર પૂર્ણિમા, જાણો તેનું મહત્વ અને શુભ મૂહુર્ત

ગશર માસની પૂનમના દિવસે શ્રીહરિ વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઈએ (પ્રતિકાત્મક તસવીર)

margashirsha purnima 2021 - આજના દિવસે દાન અને તપ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં (Rivers)સ્નાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય

રવિવારના રોજ માગશર માસની પૂનમ (margashirsha purnima 2021) છે. આજના દિવસે દાન અને તપ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં (Rivers)સ્નાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર માગશર (margashirsha)માસથી સતયુગ કાળનો પ્રારંભ થયો હતો. આજના દિવસે આખો ચંદ્ર (Full moon) જોવા મળે છે. માગશર માસની પૂનમના દિવસે શ્રીહરિ વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઈએ.

માગશર માસની પૂનમનું ધાર્મિક મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીની માટીથી નદી, સરોવર અથવા કુંડમાં સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે, આજના દિવસે દાનધર્મ કરવાથી પૂર્ણિમાની સરખામણીએ 32 ગણુ વધુ ફળ પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ પૂર્ણિમાને બત્તીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માગશર માસની પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે અને કથા પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો - માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ વ્રત, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

પૂર્ણિમા સ્નાન અને ધ્યાન વિધિ

માગશર પૂર્ણિમા (Margashirsha purnima) ના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે સવારે ઊઠીને ભગવાનનું ધ્યાન ધરવું અને વ્રત કરવું. સ્નાન કર્યા બાદ સફેદ કપડા પહેરીને આચમન કરો. ત્યારબાદ ઓમ નમો: નારાયણ બોલીને તેમનું આહ્વાન કરો. ત્યારબાદ ભગવાનને આસન અને પુષ્પ અર્પણ કરો. પૂજાના સ્થળ પર હવનકુંડ બનાવો અને તેમાં હવન માટે અગ્નિ પ્રજ્વલિત કરો. ત્યારબાદ તેમાં તેલ, ઘી ની આહુતિ આપો. રાત્રે ભગવાન નારાયણની મૂર્તિ પાસે જ સૂઈ જવું.

આ પણ વાંચો - Shani Grah Upay: આ ઉપાયોથી શનિ થશે મજબૂત, જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

વ્રતના બીજા દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને દાન તથા દક્ષિણા આપવી. જે લોકો પર શનિનો પ્રકોપ છે તે લોકો આ વ્રત કરે તો તેઓ આ દોષમાંથી મુક્ત થઈ જશે.
First published:

Tags: ધર્મ, ધર્મભક્તિ

આગામી સમાચાર