માર્ચ મહિનામાં જન્મેલા સંબંધ નિભાવવામાં હોય છે Expert

News18 Gujarati
Updated: March 12, 2020, 3:35 PM IST
માર્ચ મહિનામાં જન્મેલા સંબંધ નિભાવવામાં હોય છે Expert
ટાઇગર શ્રોફનો જન્મ બીજી માર્ચનાં રોજ થયો છે.

માર્ચ મહિનામાં જન્મેલા લોકોમાં કેવી કેવી ખાસિયતો હોય છે અને તેમના લકી નંબર કયા છે તે પણ જોઇએ.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : તમારો જન્મ કોઇપણ વર્ષનાં માર્ચ મહિનામાં થયો હોય તો તમે આકર્ષક અને મિલનસાર સ્વભાવનાં હશો. આ મહિનામાં જન્મેલા લોકો પ્રવાસાનાં શોખીન હોય છે. તેમના ઘણાં મિત્રો હોય છે. તમારામાં ઇન્ટ્યૂશન પાવર પણ શાર્પ હોય છે. તેમની મહત્વની વાત એ છે કે તેઓ પોતાની જવાબદારી ઘણી સારી રીતે નિભાવે છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં જન્મેલા લોકોમાં કેવી કેવી ખાસિયતો હોય છે અને તેમના લકી નંબર કયા છે તે પણ જોઇએ.

લકી નંબર : 3,7,9
લકી કલર : ગ્રીન, યેલો, પિંક

લકી ડે : શનિનાર, રવિવાર, સોમવાર
લકી સ્ટોન : એમેથિસ્ટ
  • માર્ચમાં જન્મેલા લોકો ખૂબ જ એક્ટિવ હોય છે. તેમને જૂની વાતો યાદ રહી જાય છે.

  • આ મહિનામાં જન્મેલા લોકો ઘણા સજાગ હોય છે. આ લોકોનું મગજ તેજ હોય છે તેમને અંધરામાં રાખવા દરેકના હાથની વાત નથી. ષડયંત્રની જાળને તોડવામાં તે માહીર હોય છે. એક વખત જો તેમનો ભરોસો તૂટ્યો તો ફરીથી તેમનો ભરોસો મેળવવો મુશ્કેલ છે.

  • દિલ જીતી લેવામાં આ લોકોને ઘણું સારી રીતે આવડતું હોય છે. આ લોકો ભીડમાં પણ પોતાનો રસ્તો કાઢી લે છે.

  • માર્ચમાં જન્મેલા લોકોનું જીવન સંવેદના અને પરોપકારથી ભરેલું હોય છે. તેઓ ત્યાગ કરવામાં વિશ્વાસ રાખે છે. તેઓ થોડુ ઘસાઇને પણ સંબંધો જાળવી રાખવામાં માને છે.

  • સમય આવ્યે લોકોની મદદે પહોંચતા તેમને જરા પણ વાર નથી લાગતી. આ જ કારણે સમાજમાં તેમનો માનમોભો જળવાયેલો હોય છે.

  • સંબંધો નિભાવવામાં આ લોકો એક્સપર્ટ હોય છે. તેઓ તેમના પાર્ટનરને ખુબજ પ્રેમ કરે છે અને ક્યારેય વિશ્વાસઘાત નથી કરતા. ખરાબ પરિસ્થિતિમાં પણ તેઓ સાથ નથી છોડતા.

  • માર્ચમાં જન્મેલા લોકો પ્રકૃતિ પ્રેમી અને પ્રાણી પ્રેમી હોય છે.
    ખરાબ સમયમાં પણ તેઓ હકારાત્મક રહી શકે છે.


આ પણ વાંચો : Vastu tips: હળદર અને ફૂદીનાનો છોડ ખતમ કરે છે વાસ્તુદોષ

આ પણ વાંચો : ગરોળી જોઈને ભાગશો નહીં, તે શરીર ઉપર પડે તો ખુશ થાઓ, થાય છે આટલા ફાયદા
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर