Home /News /dharm-bhakti /Astrology: બેસ્ટ લવર હોય છે માર્ચમાં જન્મેલા લોકો, મહિલાઓમાં હોય છે આ ખાસિયત, જાણો એમના વિષે બધુજ

Astrology: બેસ્ટ લવર હોય છે માર્ચમાં જન્મેલા લોકો, મહિલાઓમાં હોય છે આ ખાસિયત, જાણો એમના વિષે બધુજ

કેવા હોય છે માર્ચમાં જન્મેલા લોકો?

March Born People: જ્યોતિષ શાસ્ત્ર દ્વારા દરેક મહિનામાં જન્મેલા લોકોના વ્યક્તિત્વ વિશે પણ માહિતી આપવામાં આવે છે. માર્ચમાં જન્મેલા લોકો તેમની કારકિર્દી સર્જનાત્મક લાઇનમાં બનાવે છે. તેઓ શાળામાં ભલે એવરેજ વિદ્યાર્થી રહ્યો હોય, પરંતુ તેમની દિમાગી ક્ષમતાને કોઈ પડકારી નહિ શકે. માર્ચમાં જન્મેલા લોકો મોટામાં મોટા કામ સરળતાથી કરી લે છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જ્યોતિષના જાણકાર લોકો વ્યક્તિ અંગે, એમનું ભવિષ્ય, એમની ખાસિયત, ખામીઓ, કરિયર અને એમના ભવિષ્યની જાણકારી આપે છે. એના માટે કેટલાક જ્યોતિષ કુંડળી દ્વારા જણાવે છે, કેટલાક રાશિઓઓ તો કેટલાક અંક જ્યોતિષના આધાર પર આ બધું જણાવે છે. એવામાં મહિનામાં જન્મેલા લોકોના વ્યક્તિત્વ અંગે પણ જ્યોતિષ વિદ્યામાં જાણકારી આપવામાં આવી છે. તો ચાલો તમને માર્ચ માસમાં જન્મેલા લોકોના વ્યક્તિત્વ અંગે જાણકારી આપીએ છે. જાણીએ એમની અલગ-અલગ ખાસિયત અને ખામીઓ અંગે.

1. આકર્ષક: માર્ચમાં જન્મેલા લોકો આકર્ષક અને મિલનસાર વ્યક્તિત્વ હોય છે. તેમનું ફ્રેન્ડ સર્કલ મોટું છે. તેઓ લોકોને મળવાનું ખૂબ પસંદ કરે છે.

2. ટ્રાવેલિંગઃ માર્ચમાં જન્મેલા લોકો ટ્રાવેલિંગના શોખીન હોય છે. તેમને ફરવાનો અને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે.

3. બહુ પ્રતિભાશાળી: માર્ચમાં જન્મેલા લોકો બહુ-પ્રતિભાશાળી હોય છે. તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહીને પોતાની ક્ષમતા દર્શાવે છે. આ લોકોની લોકપ્રિયતા દરેક ઉંમરના લોકોમાં જોઈ શકાય છે.

4.  હસમુખ: માર્ચમાં જન્મેલા લોકો તેમના સમજદાર, ખુશખુશાલ અને મિલનસાર સ્વભાવ માટે જાણીતા છે. આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે, પરંતુ તેમની પાસેથી કોઈ કામ જબરદસ્તી કરી શકાતું નથી. તેઓ એવા હોય છે જે નાની નાની બાબતોમાં ખુશ થાય છે. તેઓ જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે.

5. બેસ્ટ લવર: તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. જેના કારણે તેઓ શ્રેષ્ઠ પ્રેમી છે. આ લોકો પોતાની લાગણીઓ શેર કરવામાં ક્યારેય અચકાતા નથી. આ ગુણોના કારણે તેમનું લગ્નજીવન સફળ રહે છે.

આ પણ વાંચો: હાથમાં આ સ્થાન પર બનેલું ત્રિકોણ અપાવે છે પ્રેમમાં નિષ્ફળતા, જાણો હસ્તરેખાશાસ્ત્રના ભેદ

6. રમુજી સ્વભાવના: માર્ચ મહિનામાં જન્મેલા લોકો રમુજી સ્વભાવના હોય છે. આ લોકો હતાશ લોકો માટે દવાનું કામ કરે છે. જો કે તેમના મૂડ પર કોઈ ભરોસો નથી, તેઓ એક ક્ષણમાં ગુસ્સે અને ક્ષણમાં ખુશ થઈ જાય છે.

7. મદદરૂપ: માર્ચ મહિનામાં જન્મેલા લોકો મદદગાર હોય છે. આ લોકો તેમનો વિશ્વાસ જીતીને અન્ય લોકોને મદદ કરવામાં ઘણો આનંદ મેળવે છે.

8. ક્રિએટિવ: આ લોકો પોતાનું કરિયર ક્રિએટિવ લાઈનમાં બનાવે છે. તેઓ શાળામાં એવરેજ વિદ્યાર્થી હોઈ શકે છે, પરંતુ તેમની માનસિક ક્ષમતાને કોઈ પડકારી નહિ શકે. માર્ચમાં જન્મેલા લોકો મોટામાં મોટા કામ સરળતાથી કરી લે છે.

આ પણ વાંચો: આ ત્રણ રાશિઓની છોકરીઓ આ એક કળાથી મોહી લે છે પોતાના પતિનું દિલ



9. લાગણીશીલ: માર્ચમાં જન્મેલા લોકોમાં બીજાને સાંભળવાની અદભૂત ક્ષમતા હોય છે. આ લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી. દયા તેમનામાં ખુબ ભરેલી છે.

10. સજવાના શોકીન: માર્ચમાં જન્મેલી મહિલાઓ ડ્રેસિંગની શોખીન હોય છે અને એડવેન્ચર કરવાનું પણ પસંદ કરે છે. તેઓને ધર્મ અને આધ્યાત્મિકતા જાણવામાં પણ ખૂબ રસ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, March