Home /News /dharm-bhakti /

Samudrika shastra: સ્ત્રીની નાભિથી જાણી શકાય છે તેની ઘણી આદતો, આ 8 રસપ્રદ વાતો જાણો

Samudrika shastra: સ્ત્રીની નાભિથી જાણી શકાય છે તેની ઘણી આદતો, આ 8 રસપ્રદ વાતો જાણો

પ્રતિકાત્મક તસવીર

samudrik shastra body symbol: સામુદ્રિક શાસ્ત્રમાં નાભિ પરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. નાભિ પરથી વ્યક્તિનું ભવિષ્ય પણ જાણી શકાય છે. આવો જાણીએ સમુદ્રશાસ્ત્રમાં મહિલાઓની નાભિ વિશે શું કહેવામાં આવ્યું છે.

    સમુદ્રશાસ્ત્રમાં (Samudrika shastra) નાભિનું ઘણું મહત્વ છે. નાભિ દ્વારા વ્યક્તિને ઓળખી શકાતી હોવાની માન્યતા છે. હિંદુ શાસ્ત્રોમાં નાભિને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. દરેક વ્યક્તિમાં નાભિનું કદ અને રચના અલગ અલગ હોય છે. ત્યારે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં (jyotish shastra) નાભિ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ઉજાગર કરવામાં આવ્યા છે. સામુદ્રિક શાસ્ત્રમાં નાભિ પરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. નાભિ પરથી વ્યક્તિનું ભવિષ્ય પણ જાણી શકાય છે. આવો જાણીએ સમુદ્રશાસ્ત્રમાં મહિલાઓની નાભિ વિશે શું કહેવામાં આવ્યું છે.

    લાંબી નાભિ

    સમુદ્રશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની નાભિ લાંબી હોય છે તે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. આવી મહિલાઓને કરિયરમાં સિદ્ધિ હાંસલ કરવી ગમે છે. તેઓ સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે. આવી સ્ત્રી ખૂબ જ મનમૌજી હોય છે. આવી મહિલાઓ ખૂબ જ બોલ્ડ અને આત્મનિર્ભર પણ હોય છે.

    ઊંડી નાભિ

    સમુદ્રશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની નાભિ ઊંડી હોય છે તે ખૂબ જ સુંદર હોય છે. આવી સ્ત્રીઓ ઘણી ફ્રેન્ડલી હોય છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે. આવી મહિલાઓને ખૂબ જ સારો જીવનસાથી મળે છે.

    સપાટ નાભિ

    ઘણી સ્ત્રીઓની નાભિ સપાટ હોય છે. આવી સ્ત્રીઓ ઉગ્ર સ્વભાવની હોય છે. આ મહિલાઓને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે.

    ગોળ નાભિ

    સમુદ્રશાસ્ત્ર અનુસાર જે મહિલાઓની નાભિ ગોળ હોય છે. આવી સ્ત્રીઓ ઘણી હોશિયાર હોય છે. તેઓ ખૂબ જ આશાવાદી અને દયાળુ પણ હોય છે. આવી મહિલાઓનું લગ્ન જીવન ખૂબ જ સુખી રહે છે.

    પહોળી નાભિ

    ઘણી સ્ત્રીઓની નાભિ પહોળી હોય છે. આવી મહિલાઓ ખૂબ જ શંકાશીલ હોય છે. વધુમાં, તેઓ ખૂબ જ અંતર્મુખી પણ છે.

    આ પણ વાંચોઃ-ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? જાણો શું છે હકીકત અને શું કહે છે Money Plant વિશે વાસ્તુશાસ્ત્ર

    ઉપરથી મોટી નાભિ

    કેટલીક સ્ત્રીઓની નાભિ ઉપરની તરફ થોડી મોટી હોય છે. તેમજ ઊંડી પણ હોય છે. આવી સ્ત્રીઓ ઘણી ફ્રેન્ડલી હોય છે. તેમનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે.

    આ પણ વાંચોઃ-ઘર, ઓફિસ, સ્ટડી રૂમમાં રાખો ફેંગશુઈ ક્રિસ્ટલ બોલ, મળશે શુભ પરિણામ

    ઉપસેલી અને મોટી નાભિ

    સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓની નાભિ ઉપસેલી અને મોટી હોય છે તે ખૂબ જ જિદ્દી સ્વભાવની હોય છે.

    છીછરી નાભિ

    સમુદ્રશાસ્ત્ર અનુસાર કેટલીક સ્ત્રીઓની નાભિ છીછરી હોય છે. આ મહિલાઓ ઘણી ચીડિયા સ્વભાવની હોય છે. તેઓ બધું કામ અધૂરું છોડી દેતી હોય છે.
    Published by:ankit patel
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन