Home /News /dharm-bhakti /પ્રેમી સાથે જિંદગી જીવવી હોય કે લવ મેરેજ કરવા હોય તો કરો આ મંત્રના જાપ, કામદેવને કરો પ્રસન્ન
પ્રેમી સાથે જિંદગી જીવવી હોય કે લવ મેરેજ કરવા હોય તો કરો આ મંત્રના જાપ, કામદેવને કરો પ્રસન્ન
kaamdev puja
Worship Kaamdev and Lord Shiva: શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કામદેવ અને રતિ બંને પ્રેમનું પ્રતીક છે. કામદેવની પૂજા કરવાથી વિવાહિત જીવન અને પ્રેમ જીવન મધુર બને છે.
Worship KaamDev: આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે (Valentine Day) મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રેમનું પ્રતિક (Sign of Love) છે. પ્રેમમાં પડેલા લોકો માટે આ દિવસ ખાસ છે. આજે લોકો પોતાના જીવનની સૌથી ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવી કે ભેટ સોગાદો આપી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને આજીવન ખુશ અને સાથે રહેવાના વાયદાઓ કરે છે. લવ રીલેશનશિપની જેમ જ જો દાંપત્યજીવનમાં પ્રેમ (Happy marriage Life) હોય તો સંબંધ મધુર બની જાય છે અને જીવન સુખમય રહે છે. જે લોકો ઈચ્છુક જીવનસાથીની ઈચ્છા રાખે છે અથવા તો પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે, તો તેના માટે જ્યોતિષમાં ઘણા ઉપાય આપવામાં આવ્યા છે. તેમાંથી 16 સોમવારના ઉપવાસ પણ એક મોટો ઉપાય છે. સંબંધોને મધુર બનાવવા અને ઇચ્છિત જીવનસાથી મેળવવા માટેના મંત્રો પણ છે. તે મંત્રોનો જાપ કરવાથી સકારાત્મક અસર થાય છે.
શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કામદેવ અને રતિ બંને પ્રેમનું પ્રતીક છે. કામદેવની પૂજા કરવાથી વિવાહિત જીવન અને પ્રેમ જીવન મધુર બને છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી અને 16 સોમવારના રોજ વ્રત રાખવાથી ઈચ્છિત જીવન સાથી (Special Mantra Jaap For Love Marriage) મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિનો તહેવાર 18 ફેબ્રુઆરીએ આવવાનો છે. આ દિવસે તમે શિવ પાર્વતીની પૂજા કરી તેમની પાસેથી આશીર્વાદ મેળવી શકો છો.
ઇચ્છિત જીવનસાથી અને મધુર વિવાહિત જીવન માટે અસરકારક મંત્રો-
- જો તમે લગ્ન માટે લાયક છો અને તમે ઇચ્છિત જીવનસાથી મેળવવા માંગો છો, તો આ માટેનો મંત્ર हे गौरी शंकर अर्धागिंनी यथा त्वं शंकर प्रिया तथा माम कुरू कल्याणी कान्त कान्ता सुदुर्लभम् છે. જ્યારે પણ તમે શિવ-પાર્વતીની પૂજા કરો ત્યારે આ મંત્રનો પવિત્રતા સાથે જાપ કરો ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર.
- આ સિવાય જો તમે તમારા પ્રેમ સંબંધને મધુર અને મજબૂત બનાવવા માંગો છો, તો કામદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. કામદેવ મંત્રના જાપ વિવાહિત જીવનને પણ મધુર બનાવે છે. ओम नमो भगवते कामदेवाय यस्य यस्य दृश्यो भवामि यस्य यस्य मम मुखं पश्यति तं तं मोहयतु स्वाहा કામદેવ એ મંત્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર