મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે ડોક્યુમેન્ટરી ક્લિપ બનાવવામાં આવી

News18 Gujarati
Updated: April 1, 2020, 10:43 PM IST
મણિનગર  કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે ડોક્યુમેન્ટરી ક્લિપ બનાવવામાં આવી
કુમકુમના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે "કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે"

  • Share this:
કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરીનુ સ્વામિનારાયણ મંદિર – કુમકુમના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ Documentary Clip ને આજથી જ દેશ-દુનિયા માં લોકો *“SWAMINARAYAN MANDIR KUMKUM” youtube channelના માધ્યમથી નિહાળી શકાશે અને ઘણા પરિવારો તો સાથે બેસીને નિહાળી પણ રહ્યા છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના હસ્તે ”કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે” તે વિષય પર તૈયાર કરાયેલી Documentary Clipનું વિમોચન કરવામાં આવ્યું.

દેશ-દુનિયામાં દરેક વ્યક્તિ આ ડોક્યુમેન્ટરી ક્લીપનો લાભ લઈ શકશે, આ કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે. તે ડોકયુમેન્ટરી અંગે માહિતી આપતાં સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
આપણા ભારત ઉપર અનેક વખત વિદેશી આક્રમણો થયા છે, પરંતુ હજુ સુધી તેને કોઈ ધ્વંસ કરી શકયું નથી, કારણ કે, આપણા ભારતના એક એક નાગરીકના લોહીમાં ખુમારી રહેલી છે, તે આક્રમણ સામે, લડી લેવામાં માહીર છે.

તેમણે કહ્યું કે, આજે એ જ ભારતીયો ઉપર વિદેશથી કોરોના વાયરસનું આક્રમણ થયું છે, ત્યારે આપણે તેનાથી ડરવાનું નથી, પરંતુ સહુએ એક થઈને લડવાનું છે. આ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે, સૌને પાયમાલ કરી દીધા છે, એ દ્રષ્ટીએ જોઈએ, તો ભારતમાં માત્ર અંશિક જ તેની અસર થઈ છે, એ ભગવાનની આપણા સહુ ઉપર કૃપા દ્રષ્ટિ છે. પરંતુ આપણે આ કોરાના વાયરસ રુપી દુશ્મનથી સાવધાન તો અવશ્ય રહેવું જ જોઈએ, સરકાર દ્રારા જે જે સૂચનો જાહેર થાય તેને આપણે અમલમાં મૂકવા જોઈએ અને સપોર્ટ તો કરવો જ જોઈએ. એમાં જ આપણા સહુનું હિત છે.

કોરોના વાયરસ કેવી રીતે ? કયાંથી ? અને કેવી રીતે ફેલાયો, અને તે વાયરસથી બચવા માટે આપણે સાવધાનીના ભાગરુપે શું શું કરવું જોઈએ ? તે દરેક બાબતો આ ડોકયુમેન્ટરીમાં દર્શાવવામાં આવેલી છે.
First published: April 1, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading