Home /News /dharm-bhakti /Mangalwaar Upay 2023 : સતત 11 મંગળવારે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની કૃપાથી ટળી જશે અકાળ મૃત્યુ

Mangalwaar Upay 2023 : સતત 11 મંગળવારે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની કૃપાથી ટળી જશે અકાળ મૃત્યુ

ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે. તો આવો આજે આ લેખમાં, અમે તમને મંગળવારે એવા ત્રણ ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી વ્યક્તિનો બેડોપાર થઇ જશે અને તેના જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.

વધુ જુઓ ...
Mangalwaar Upay 2023 : આજે મંગળવાર છે અને આજનો દિવસ પવનના પુત્ર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. કારણ કે ભગવાન હનુમાનને સંકટ હર્તા કહેવામાં આવે છે.

એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે. તો આવો આજે આ લેખમાં, અમે તમને મંગળવારે એવા ત્રણ ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી વ્યક્તિનો બેડોપાર થઇ જશે અને તેના જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.

આ પણ વાંચો:  Amavasya 2023: આજે ભૌમવતી અમાવસ્યા પર રચાઇ રહ્યો છે આ શુભ યોગ, જાણી લો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને મહત્વ

મંગળવારે કરો આ 3 સરળ ઉપાય


અન્ન દાન કરો


મંગળવારે કોઈ ભિખારીને ભોજન કરાવો, આ સિવાય વાંદરાઓને ચણા, ગોળ, કેળા અને મગફળી ખવડાવો. સાંજ પહેલા આ ઉપાય કરવાથી ભગવાન હનુમાન જલ્દી પ્રસન્ન થશે. તેનાથી તમારા સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતાં સુધાર જોવા મળશે. ખાસ કરીને મંગળવારે લાલ કપડાં પહેરવા જોઈએ, તેનાથી ભગવાન હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો:  Chaitra Navratri 2023: નવરાત્રીમાં રચાઇ રહ્યાં છે ગજકેસરી સહિત આ 3 રાજયોગ, આ રાશિઓનો થશે ભાગ્યોદય

શનિની દ્રષ્ટિથી બચવા કરો આ ઉપાય


જો તમારી કુંડળીમાં શનિની કુદ્રષ્ટિ ચાલી રહી છે તો મંગળવારે તુલસીના પાન લો અને તેના પર પીળા ચંદનથી રામ લખો. ધ્યાન રાખો કે 108 તુલસીના પાન લેવાના છે. એવું માનવામાં આવે છે કે મંગળ, શનિ અને રાહુ સંબંધિત તમામ દોષોથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈ સંકટ નથી આવતું.


ગુલાબની માળા અર્પણ કરો


જો તમે હનુમાન મંદિર જઈ રહ્યા છો તો તેમને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો અને સુંદરકાંડનો પાઠ કરો. એવું કહેવાય છે કે આ ઉપાય સતત 11 મંગળવાર સુધી કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને અકાળ મૃત્યુની સંભાવના પણ ટળી જાય છે.
First published:

Tags: Astrology, Dharm Bhakti, Hanuman Pooja, Hanuman pooja vidhi, Mangalvar Na upay