Home /News /dharm-bhakti /Mangalwar Upay: મંગળવારે આ ઉપાયો દ્વારા હનુમાનજીને કરો પ્રસન્ન, સંકટમોચન દૂર કરશે આર્થિક તંગી

Mangalwar Upay: મંગળવારે આ ઉપાયો દ્વારા હનુમાનજીને કરો પ્રસન્ન, સંકટમોચન દૂર કરશે આર્થિક તંગી

દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

Mangalwar Upay: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર કેટલાક ગ્રહ-નક્ષત્રોના દુષ્પ્રભાવને લીધે ખૂબ મહેનત કરવા છતાં પણ કાર્યોમાં સફળતા નથી મળી શકતી અને જીવનમાં નિરાશા તેમજ આર્થિક સમસ્યા આવવા લાગે છે. આ માટે શાસ્ત્રોમાં અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  Mangalwar Upay: દરેક વ્યક્તિ પોતાના જીવનને બહેતર બનાવવાની ઇચ્છા રાખે છે. આ માટે તે સખત મહેનત કરીને જીવનમાં પ્રગતિ અને ધન કમાવવાનો પ્રયત્ન કરે છે, જેથી તે પોતાને અને પરિવારને એક સુખમય જિંદગી આપી શકે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્ર (Astro Tips) અનુસાર ઘણી વખત ગ્રહ-નક્ષત્રોના અશુભ પ્રભાવથી વ્યક્તિની હજારો કોશિશ છતાં પણ કાર્યો સફળ થઈ શકતા નથી અને આર્થિક સમસ્યા વધવા લાગે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંકટમોચન હનુમાન (Lord Hanuman)ની કૃપા પ્રાપ્તિ અને કષ્ટોથી મુક્તિ માટે મંગળવારના દિવસે આ ઉપાયો કરવા લાભદાયી માનવામાં આવે છે.

  મંગળવારના ઉપાય

  1. મંગળવારે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિની સામે આસન પાથરીને ભગવાન શ્રી રામના મંત્રનો જાપ કરવો લાભદાયી માનવામાં આવે છે. તેનાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધે છે.

  આ પણ વાંચો: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો આ વર્ષની તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

  2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આર્થિક સમસ્યાઓથી પરેશાન લોકો મંગળવારના દિવસે સ્નાન વગેરે પતાવીને લાલ વસ્ત્ર ધારણ કરે અને પછી બજરંગબલીના મંદિર જઈને તેમને કેવડાનું અત્તર તથા ગુલાબના ફૂલની માળા અર્પણ કરે. તેનાથી ધન પ્રાપ્તિ માટેના નવા સ્ત્રોત મળવા લાગશે.

  3. કાર્યોમાં આવી રહેલી બાધાઓને દૂર કરવા માટે માન્યતા છે કે ભગવાન શ્રી રામના નિમિત્ત સિંદૂરને બજરંગબલીને અર્પિત કરવાથી ઇચ્છાઓની પૂર્તિ થાય છે.

  આ પણ વાંચો: સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

  4. જીવનમાં ભય અને નિરાશાને દૂર કરવા માટે મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વડના ઝાડનું એક પાન લો અને તેને ગંગાજળથી ધોઈ લો. આ પછી લાલ પેનથી આ પાન પર તમારા મનની ઈચ્છા લખો અને તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો.

  5. દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ભગવાન હનુમાન સમક્ષ સરસવના તેલનો દીપક પ્રગટાવવો પણ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Astrology in gujarati, Dharm Bhakti, Hanuman, Hanuman Ji, Lord Hanuman, ધર્મભક્તિ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन