Home /News /dharm-bhakti /

Mangal Shani Yuti: આવતા 15 દિવસ સુધી સાવધ રહે આ 3 રાશિના લોકો, જાણો તમારી રાશિ છે કે નહીં

Mangal Shani Yuti: આવતા 15 દિવસ સુધી સાવધ રહે આ 3 રાશિના લોકો, જાણો તમારી રાશિ છે કે નહીં

મે 2022ની શરૂઆત શનિ અને મંગળની યુતિ સાથે થઈ રહી છે.

Mangal Shani Yuti: મે 2022ની શરૂઆત શનિ અને મંગળની યુતિ સાથે થઈ રહી છે. આ યુતિ ઘણી ખતરનાક સ્થિતિ છે. આ બંને ગ્રહ કુંભ રાશિ (Aquarius)માં યુતિ કરી રહ્યા છે, જેની અશુભ અસર 3 રાશિના લોકો પર થશે.

    Mangal Shani Yuti: જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં શનિ અને મંગળ બંનેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. શનિની અશુભ સ્થિતિ આર્થિક, માનસિક, શારીરિક કષ્ટ આપે છે. તો મંગળની અશુભ સ્થિતિ વ્યક્તિનું વૈવાહિક જીવન બગાડી નાખે છે. આ મહિને એટલે કે મે 2022 ની શરૂઆત શનિ અને મંગળની યુતિ (Shani Mangal Yuti) સાથે થઈ રહી છે. આ યુતિ ઘણી ખતરનાક સ્થિતિ છે. આ બંને ગ્રહ કુંભ રાશિ (Aquarius)માં યુતિ કરી રહ્યા છે, જેની અશુભ અસર 3 રાશિના લોકો પર થશે. જાણો કઈ રાશિના લોકોએ આવનારા 15 દિવસ સુધી સાવધ રહેવું પડશે.

    એકબીજાના દુશ્મન છે શનિ-મંગળ

    શનિ અને મંગળ માત્ર પ્રભાવી ગ્રહ નથી, પરંતુ એકબીજાના દુશ્મન પણ છે. એવામાં એક જ રાશિમાં આ બંને ગ્રહોની હાજરી તેમના વચ્ચે દ્વંદ્વ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આ માટે તેમની યુતિને દ્વંદ્વ યોગ કહેવામાં આવે છે. આ યોગનો 3 રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે. એટલે તેમણે સતર્ક રહેવું યોગ્ય છે. સાથે જ મંગળવાર અને શનિવારના દિવસે સંકટમોચક હનુમાન અને શનિવારના દિવસે શનિ દેવની પૂજા-અર્ચના, મંત્ર જાપ કરો.

    આ પણ વાંચો: મે માં આ 5 રાશિના લોકો પર થશે કુબેર દેવતાની કૃપા, મળશે ભરપૂર ધન-સંપત્તિ

    કર્ક રાશિ (Cancer)

    કર્ક રાશિના જાતકો માટે શનિ-મંગળની યુતિ બરાબર નથી. તેમની સાથે કોઈ દુર્ઘટના થઈ શકે છે. દુર્ઘટના, ઇજાના શિકાર થઈ શકો છો. સારું રહેશે કે વર્કપ્લેસ પર કોઈ રિસ્ક ન લો અને ધૈર્યથી આ સમય પસાર થવા દો.

    કન્યા રાશિ(Virgo)

    કન્યા રાશિના જાતકો માટે શનિ-મંગળનો આ દ્વંદ્વ યોગ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. એટલે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પોષક વસ્તુઓ ખાઓ. બહારનું જમવાનું ટાળો. થાક પણ વધુ લાગી શકે છે.

    આ પણ વાંચો: મે 2022ના પહેલા સપ્તાહમાં 1 દિવસ છે ગૃહ પ્રવેશનો શુભ સમય, જુઓ લગ્ન, મુંડનના મુહૂર્ત

    કુંભ રાશિ (Aquarius)

    કુંભ રાશિના જાતકો માટે આ સમય સૌથી વધુ મુશ્કેલી પેદા કરવા વાળો છે કારણ કે, મંગળ-શનિની યુતિ આ જ રાશિમાં બની રહી છે. આ રાશિના લોકોને આવેશમાં આવવાથી, કડવા વચન બોલવાથી કે અહંકાર કરવાથી બચવું જોઈએ, નહિતર નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકો સંભાળીને રહે. ભૂલથી પણ કોઈ વિવાદમાં ન પડો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Shani grah, ધર્મભક્તિ

    આગામી સમાચાર