Home /News /dharm-bhakti /

ભૂમિ પુત્ર મંગળનું થશે મીન રાશિમાં ગોચર, આ 8 રાશિઓને થશે ધન સંપત્તિ બાબતે ફાયદો, તો આ રાશિઓને છે સાવધાન રહેવાની જરૂર

ભૂમિ પુત્ર મંગળનું થશે મીન રાશિમાં ગોચર, આ 8 રાશિઓને થશે ધન સંપત્તિ બાબતે ફાયદો, તો આ રાશિઓને છે સાવધાન રહેવાની જરૂર

મંગળનો મીનમાં પ્રવેશ કોને ફાયદો કરવાશે અને કોને નુક્શાન

Mangal Gochar: . 17મી મેથી 27મી જૂન સુધી મંગળ મીન રાશિમાં (Meen Rashi) રહેશે. આ પછી તે મેષ રાશિમાં (Mesh Rashi) પ્રવેશ કરશે. જાણો મંગળનું આ ગોચર કઈ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાંખશે અને કઈ રાશિઓએ છે ખાસ સાવધાન રહેવાની અને ધ્યાન રાખવાની જરૂરી.

વધુ જુઓ ...
  Mangal Transit In Meen Rashi 2022: મંગળ (Mangal) ગ્રહે આજે મીન રાશિ (Meen Rashi)માં પ્રવેશ કર્યો છે. માન્યતાઓ (Astrology) અનુસાર જે લોકોની કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, તેઓ હિંમતવાન અને નીડર હોય છે. જ્યારે જેમની કુંડળીમાં આ અશુભ સ્થિતીમાં હોય છે, તેમને જીવનના તમામ ક્ષેત્રોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 17મી મેથી 27મી જૂન સુધી મંગળ મીન રાશિમાં રહેશે. આ પછી તે મેષ રાશિમાં પ્રવેશ કરશે. જાણો મંગળનું આ ગોચર કઈ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાંખશે અને કઈ રાશિઓએ છે ખાસ સાવધાન રહેવાની અને ધ્યાન રાખવાની જરૂરી.

  આ રાશિઓ માટે મંગળનુ ગોચર રહેશે શુભ

  મેષ રાશિ- આ રાશિના લોકો માટે મંગળનુ આ ગોચર શુભ સાબિત થશે. આ લોકોની નાણાંકીય સ્થિતિ સારી રહેશે સાથે જ નાણાંકીય લાભ મળવાની પણ પ્રબળ શક્યતાઓ છે. કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે. અભ્યાસ કરતા બાળકો માટે આ સમયગાળો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મંગળનું આ ગોચર શોધકર્તાઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે પણ સાનુકૂળ રહેશે.

  વૃષભ રાશિ- તમારી કારકિર્દી અને પ્રેમ જીવનની દ્રષ્ટિએ મંગળનું આ ગોચર તમારી માટે ખૂબ જ સાનુકૂળ દેખાઈ રહ્યું છે. આ સમયગાળા દરમ્યાન તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે. કેટલાક નવા મિત્રો બની શકે છે. આ સમય દરમ્યાન તમારી નાણાંકીય સ્થિતિ પણ સારી રહેશે.

  મિથુન રાશિ-  કામમાં તમારી સારી પકડ રહેશે. જો તમે નોકરી શોધી રહ્યા હોવ તો સમય તમારી માટે અનુકૂળ છે. સાથે જ તમને સારી નોકરીની ઓફર પણ આવી શકે છે. વેપારમાં વૃદ્ધિની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. આ ગોચરના સમય દરમ્યાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમે ઈચ્છિત નોકરી મેળવવામાં સફળ થશો. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય ખૂબ અનુકૂળ છે.

  કર્ક રાશિ- આર્થિક દૃષ્ટિકોણથી આ સમયગાળો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. લાંબાગાળા માટે કરેલા રોકાણમાંથી હવે તમને સારું વળતર મેળે તેવી શક્યતાઓ છે. બિઝનેસમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે.

  આ પણ વાંચો-Astrology: આ 3 રાશિના બાળકોને માનવામાં આવે છે ભાગ્યશાળી, જન્મની સાથે જ બદલી નાંખે છે પિતાનું ભાગ્ય

  વૃશ્ચિક રાશિ- નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમે એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ રહેશો. કોઈ સ્ત્રોતમાંથી અચાનક કમાણી થવાની પણ પ્રબળ સંભાવના છે. આ સમય દરમિયાન તમે તમારા હિતના કામોમાંથી સારા પૈસા મેળવી શકશો.

  આ પણ વાંચો-Astrology: કાજલનો આ ઉપાય, મંગળ અને રાહુ-કેતુ ગ્રહો બનશે બળવાન, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

  ધન રાશિ- આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ પ્રકારનો સારો નફો મેળવી શકશો. અભ્યાસ કરતા બાળકો માટે આ સમયગાળો ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે. સમજી વિચારીને કરવામાં આવેલો કોઈ પણ નિર્ણય તમારી માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

  મકર રાશિ-  જો તમે નોકરી શોધી રહ્યા હોવ તો આ સમય તમારી માટે અનુકૂળ છે. તમે તમારી મનપસંદગીની નોકરી મેળવી શકો છો. આ રાશિના કેટલાક લોકો પોતાની રુચિના કામને પ્રોફેશનમાં બદલી શકે છે, જે ફાયદાકારક પણ સાબિત થશે.

  મીન રાશિ- આ સમયગાળા દરમ્યાન તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. પૈતૃક સંપત્તિમાંથી તમને સારો લાભ મળી શકશે. વેપારમાં તમને સારો ફાયદો થશે. તમે નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. કોઈ જૂના રોકાણથી સારું વળતર મળવાની આશા છે.

  આ 4 રાશિના લોકોને છે સતર્ક રહેવાની ખાસ જરૂર:

  સિંહ રાશિ- આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. તમારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં મતભેદનું વાતાવરણ બની શકે છે. બોસ સાથે તમારા સંબંધો થોડા બગડી શકે છે. જેના કારણે તમારે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

  આ પણ વાંચો-Astrology: આ 4 રાશિનાં પુરુષો હોય છે ફ્લર્ટ કરવામાં માહેર, સરળતાથી સ્ત્રીઓનું જીતી લે છે દિલ

  કન્યા રાશિ- વિવાહિત જીવનમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહેનતનું પૂરું ફળ મળતું દેખાઈ રહ્યું નથી, જેના કારણે તમે પરેશાન રહી શકો છો. આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. આશંકા છે કે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કોઈ પ્રકારનું ષડયંત્ર રચીને તમારી છબીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

  તુલા રાશિ- તમારે આ સમય દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો બગડવાની પણ શકયતા છે. કામ કરતી વખતે તમારે ખાસ સાવધાન રહેવું પડશે.

  કુંભ રાશિ- ખર્ચમાં ઓચિંતો વધારો થવાની સંભાવના છે. નકામી જગ્યાઓ પર પૈસાનો વ્યય કરવાથી બચો. આ સમય દરમ્યાન તમારે સ્વાસ્થ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, Mangal Transit, Meen Rashi

  આગામી સમાચાર