જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ ગ્રહ સાહસ, ઉર્જા, ભૂમિ અને પરાક્રમ વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય અનુસાર, જે જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ શુભ હોય છે, એમાં જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ઓછી આવે છે. મંગળ ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. નવા વર્ષ 2023ના પહેલા મહિના એટલે જાન્યુઆરીમાં જ મંગળની ચાલમાં પરિવર્તન થશે. મંગળ 13 જાન્યુઆરી 2023ના રોજ વૃષભ રાશિમાં માર્ગી થશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જાણો મંગળ ગ્રહની ચાલમાં પરિવર્તનની કઈ રાશિને અસર થશે.
કર્ક - મંગળનું ગોચર કર્ક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. કર્ક રાશિના 11મા ભાવમાં મંગળદેવ માર્ગી થશે. 11મું ઘર લાભનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમને નાણાકીય લાભ સાથેના કાર્યોમાં સફળતા મળશે. તમે ઓછી મહેનતે જ પૈસા મેળવી શકો છો. વેપારીઓને ફાયદો થશે.
કન્યા - કન્યા રાશિના જાતકો માટે નવા વર્ષમાં મંગળનો પ્રત્યક્ષ થવાથી લાભ થશે. આ સમયે ભાગ્યનો સાથ મળવાથી અચાનક ધન લાભ થવાની શક્યતાઓ બની રહેશે. પ્રવાસમાં લાભ શક્ય છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
સિંહ - મંગળનું માર્ગી થવું સિંહ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. અટકેલા કામો પૂરા થશે. વેપારમાં લાભ થશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર