Home /News /dharm-bhakti /Mangal Gochar 2023: મંગળનું ગોચર સાબિત થશે 'અમંગળ', દુનિયાભરમાં જોવા મળશે મોટી ઉથલ-પાથલ

Mangal Gochar 2023: મંગળનું ગોચર સાબિત થશે 'અમંગળ', દુનિયાભરમાં જોવા મળશે મોટી ઉથલ-પાથલ

મંગળનું ગોચર દેશ-દુનિયામાં વધારશે અશાંતિ

Mangal Gochar 2023 effects: 13 માર્ચ 2023 ના રોજ મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. હિંમત, બહાદુરી, લગ્ન, જમીનનો કારક મંગળ 10મે સુધી લોકોના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે. મંગળ ગોચરની આ અસર દેશ-દુનિયા પર પણ જોવા મળશે

ધર્મ ડેસ્ક: ગ્રહોની ચાલ અને દશા આપણા જીવનમાં ઘણો પ્રભાવ પડે છે. જયારે પણ કોઈ પ્રમુખ ગ્રહ ગોચર કરે છે, તો એનો સીધો અસર આપણા જીવન પર પડે છે. નવગ્રહોમાંથી એક મંગળ દેવનું ગોચર આપણા જીવન પર ખુબ વધારે પ્રભાવ પાડે છે. અને 13 માર્ચ 2023ના રોજ મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ એક રાશિમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. મંગળ ગોચરથી મેષ, સિંહ અને મકર રાશિવાળાની આર્થિક પ્રગતિ થાય. જ્યારે વૃષભ, મિથુન, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિવાળાને સામાજિક રીતે તનાવનો સામનો કરવો પડશે.

આ દિવસોમાં દુનિયાભરમાં મોટી ઉથલ-પાથલ જોવા મળશે

જ્યોતિષમાં મંગળને સેનાપતિ માનવામાં આવે છે. મંગળ તમામ સાહસિક કાર્યો જેમ કે આર્મી, ફાયર સર્વિસ, પોલીસ વગેરે તેમજ વહીવટી કાર્યક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. અગ્નિ તત્વ ગ્રહ હોવા ઉપરાંત, મંગળ એક આકર્ષક ગ્રહ પણ છે. મંગળની અસર યુદ્ધ, જમીન, હિંમત, બહાદુરી અને વેપાર પર પણ છે. મંગળ બુધની રાશિ મિથુનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યોતિષશાત્રીઓ અનુસાર, મંગળ બુધ સાથે શત્રુતાની ભાવના ધરાવે છે

હાલમાં જ જોવા મળેલ ગુજરાતના વાતાવરણમાં પલટો અને અનેક સ્થળોએ માવઠું પણ ગ્રહોની આ ચાલ મુખ્ય પરિબળ છે. ગુજરાત રાજ્ય માટે બુધ મહત્ત્વ ધરાવે છે. જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં અસહ્ય ગરમીથી જનજીવનને અસર કરશે. આ ગોચર ભૂમિકારક હોઈ ખેતીવાડીમાં ઉભા તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી શકે છે. ગોલ્ડ અને અનાજના ભાવોમાં પણ વધારો જોવા મળી શકે છે.

મંગળનો સ્વભાવ આક્રમક છે, બળવાખોર છે, તોડફોડ કરનારો છે વળી શત્રુક્ષેત્રી થયેલો હોઈ વિઘટનકારી બની ખોટા નિર્ણયો લેવડાવી શકે છે.આવો અગ્નિતત્ત્વનો મંગળ દોઢના બદલે બે મહિના વાયુતત્ત્વની મિથુન રાશિમાં ભ્રમણ કરશે. વળી તે આ સમયે માર્ગી એટલે કે સીધી ગતિમાં જ રહેવાનો છે અને સૂર્યના પ્રભાવમાં અસ્તનો પણ થવાનો નથી જેથી સમાજ અને રાષ્ટ્ર જીવનમાં પણ તેની અસરો એકસમાન રીતે વર્તાશે અગ્નિ અને વાયુતત્ત્વ ભેગા થતા અગન જ્વાળાઓ વધુ પ્રદીપ્ત થાય તેવા સંજોગોનું નિર્માણ થશે. મંગળનું બુધની રાશિમાં થતું ભ્રમણ થતાં ૧૦મી મે સુધીમાં આગ લાગવાના કિસ્સા અને માર્ગ અકસ્માતમાં વધારો થતો જોવા મળશે.

આ પણ વાંચો:  એપ્રિલમાં થશે મોટું ગોચર! 12 વર્ષ બાદ ગુરુનો મેષમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર

મંગળ ગોચરની અસરો

-મંગળના કારણે હવા કે પાણી સંબંધિત દુર્ઘટના થવાની સંભાવના છે.
-દેશના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડશે.
-ભૂકંપ કે અન્ય કુદરતી આફતની પણ શક્યતા છે.
-વહીવટી ફેરબદલ થઈ શકે છે.
-સોના-ચાંદીના ભાવ વધી શકે છે.
-સિલ્કના કપડાં, પ્લાસ્ટિક અને કેમિકલ વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.
-શેરબજારમાં ઉતાર-ચઢાવ બાદ તેજી જોવા મળશે.
-મશીનરી પણ મોંઘી હોઈ શકે છે.
-આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
-કઠોળ અને તેલીબિયાં પણ સસ્તા થશે.
-આ સાથે પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ માટે સામાન્ય સમય રહેશે.

દેશ પર મંગળ ગોચરની શું અસર થશે

સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલા મોટા મામલા સામે આવી શકે છે. નેવીની તાકાત વધશે. દેશની કાયદો અને વ્યવસ્થા પણ મજબૂત રહેશે. રાજ્યનો વિકાસ વધશે ઘણી બધી નવી યોજનાઓથી રાજ્યના લોકોની સુખાકારીમાં વધારો થાય. લાઇટ બિલોમાં વધારો થતા પ્રજા આંચકો અનુભવશે.

સ્વતંત્ર ભારતની કુંડળીમાં ધનસ્થાનના મંગળ ઉપર ગોચરના મંગળનું ભ્રમણ થઈ રહ્યું છે જેથી રાજકીય ફલક ઉપર માર્ચ- એપ્રિલ- મે ઉત્તેજના વધારશે. ભારતના જનમાનસમાં સહનશીલતાનો ઘટાડો વર્તાય, ઉશ્કેરાટ વ્યાપે, સામાન્ય નજીવી બાબતોમાં અત્યાચાર અને ખુનામરકીની ઘટનાઓ વધશે. વિવિધ ક્ષેત્રોમાં અફવાઓનું બજાર ગરમાશે. વર્ષોથી છુપાયેલા ઘણાં કૌભાંડો અને આર્થિક ગોટાળાનો પર્દાફાશ થતાં દેશ અને દુનિયાના અર્થતંત્ર ડામાડોળ બને.

એન્જિનિયરીંગ, ભૂમિ, રીયલ એસ્ટેટ, ટેક્નોલોજી અને બેંકિંગ ક્ષેત્રના શેરોમાં મંદીનો માહોલ આગળ વધતો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે નીચા જતા ક્રૂડના ભાવોમાં ઓચિંતો ભડકો થાય તો દેશના આર્થિક પ્રવાહો ઉપર વિપરિત અસરો થવાની દહેશત મે'-૨૦૨૩ની શરૃઆત સુધી રહેશે.

રાજકીય આંદોલનો તીવ્રતાથી વધતા જશે. તથ્ય ન હોય તેવી વાતોને લઈને પણ ખૂબ જ ગરમાગરમી થતી જોવા મળશે. વિરોધ પક્ષોના આંદોલનો વધવાની સાથે તેઓ વધુ મજબૂત થતા જણાશે. વડાપ્રધાન માટે ૧૦મી મે સુધીનો સમય સાચવવા જેવો ગણાય. તેમને માનસિક બેચેની, આરોગ્યમાં તકલીફ અને સામાન્ય અકસ્માત જેવી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે તેઓ જેટલા શાંત રહેશે તેટલું સારું રહેશે. બાકી તેમના વકતવ્યથી વિવાદો સર્જાશે તેવું ગ્રહયોગો સૂચવી રહ્યા છે.

આ પણ વાંચો: Budh Gochar 2023: આ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે બુધનું ગોચર, સાવધાન રહેવું



પાકિસ્તાનમાં સેનાપતિનું વર્ચસ્વ વધે અને કોઈ મોટું દુઃસાહસ કરવા પ્રેરાય તેવું બને. વર્તમાન સરકાર માટે આંતરિક લોકજુવાળ અને વિરોધ વંટોળ ફાટી નીકળવાની શક્યતાઓ છે. અલગતાવાદી તત્ત્વો આત્મઘાતી બોમ્બરોના સહારે લોહિયાળ વિનાશ સર્જી શકે છે. ઊર્જા અને અણુશક્તિમાં ભારત વિકાસ સાધશે.

(નોંધ: આ જ્યોતિષીય ગણનાઓ છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી.)
First published:

Tags: Dharm Bhakti, Mangal Gochar