Home /News /dharm-bhakti /Mars In Taurus: 47 વર્ષે બની રહ્યો આ અશુભ યોગ, 4 રાશિઓ વાળાએ સતર્ક રહેવાની જરૂરત

Mars In Taurus: 47 વર્ષે બની રહ્યો આ અશુભ યોગ, 4 રાશિઓ વાળાએ સતર્ક રહેવાની જરૂરત

વક્રી મંગળનું વૃષભ રાશિમાં ગોચર

Retrograde Mars in Taurus: 13 નવેમ્બરે વક્રી મંગળનું વૃષભ રાશિમાં ગોચર થયું છે. મંગળ 12 માર્ચ 2023 સુધી આ રાશિમાં રહેશે. મંગળનું આ સંક્રમણ ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ રીતે મંગળનું વક્રી થઇ રાશિ બદલવું એક દુર્લભ ઘટના છે. આ પહેલા મંગળે 14 ડિસેમ્બર 1975ના રોજ આવી યુક્તિ રમી હતી. 47 વર્ષ બાદ મંગળ ફરી એક વખત વક્રી થઇ વૃષભ રાશિમાં ગયો છે.

વધુ જુઓ ...
ગ્રહના સેનાપતિ મંગળે 13 નવેમ્બરના રોજ વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કર્યું છે, જે 12 માર્ચ, 2023 સુધી આ રાશિમાં રહેશે. મંગળના આ ગોચરને અનેક પ્રકારે ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓનું માનવામાં આવે તો મંગળ વક્રી અવસ્થામાં રાશિ બદલે તે એક દુર્લભ ઘટના છે. અગાઉ મંગળે 14 ડિસેમ્બર, 1975ના રોજ આ પ્રકારે રાશિ બદલી હતી. 47 વર્ષ બાદ મંગળ ફરી એકવાર વૃષભ રાશિમાં ગયો છે. જ્યોતિષીઓ જણાવે છે કે, મંગળના આ દુર્લભ સંયોગ બાદ અનેક રાશિના લોકોએ વિશેષરૂપે સાવચેત રહેવાની જરૂર છે.

મેષ-

વક્રી મંગળના વૃષભ રાશિમાં ગોચરને કારણે મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. પરિવારના લોકો સાથે ઝઘડાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આર્થિક મોરચે ધન હાનિ થવાની સંભાવના રહેલી છે. રૂપિયાની લેવડ દેવડ મામલે ખૂબ જ સાવધાની રાખવાની રહેશે. આ ગોચર કરિયરના મામલે બિલકુલ પણ યોગ્ય નથી. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ કોશિશ કરવાની રહેશે. દાંપત્ય જીવનમાં ખટરાગ થઈ શકે છે.

આ પણ વાંચો: Shani Transit 2023: શનિનું રાશિ પરિવર્તન, જાણી લો કોની ખુલશે કિસ્મત અને કોણે રહેવું પડશે સાવધાન

મિથુન-

વક્રી મંગળના વૃષભ રાશિમાં ગોચરને કારણે મિથુન રાશિની વ્યક્તિઓના ખર્ચાઓમાં વધારો થશે. નાના ભાઈ અથવા બહેન સાથે બોલાચાલી થઈ શકે છે. ટ્રાવેલના કારણે ખૂબ જ નુકસાન થઈ શકે છે. હાલમાં તમે મોટાપાયે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તે વિચારને હાલ પૂરતો ટાળી દેવો જોઈએ. હાલમાં નાનામાં નાની બિમારીને અવોઈડ કરવામાં આવે તો તમને નુકસાન થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખટરાગ ઊભો થઈ શકે છે અને અહંકારને કારણે નુકસાન પણ થશે.

આ પણ વાંચો: Shukra Rashi Parivartan: 5 ડિસેમ્બર સુધી આ 7 રાશિઓની કિસ્મત સૂર્યની જેમ ચમકશે, આવશે અપાર ધન

તુલા-

વક્રી મંગળના વૃષભ રાશિમાં ગોચરને કારણે તુલા રાશિના લોકો માટે ખૂબ જ પડકાર ઊભો થઈ શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમે માનસિક તણાવમાંથી પસાર થઈ શકો છો. આર્થિક મોરચે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં તમારો વ્યવહાર ખૂબ જ અલગ રહેશે, જેના કારણે તમારા ઓફિસના કર્મચારીઓ સાથે સંબંધ બગડી શકે છે. તમારે તમારી વાણી પ્રત્યે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.



મકર-

વૃષભ રાશિમાં વક્રી મંગળના ગોચરને કારણે મકર રાશિના લોકોને સંતાન, વ્યવહાર અને અંગત અસરો પર ખરાબ અસર થઈ શકે છે. બાળકોનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખટાશ આવી શકે છે. અંગત મિત્રો સાથે સંબંધ બગડી શકે છે. રોકાણની બાબતે તમારે ખૂબ જ સાવચેત રહેવું પડશે. તમે દેવામાં જે પણ પૈસા આપ્યા હશે, તે ડૂબી શકે છે અને બેન્ક બેલેન્સ બગડી શકે છે.
Published by:Damini Patel
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन