Home /News /dharm-bhakti /કુંડળીમાં મંગળ દોષના કારણે લગ્ન, સંતાન અને રોગો સહિત આવી શકે છે આફતોના પહાડ, જાણો રાહતનાં ઉપાય
કુંડળીમાં મંગળ દોષના કારણે લગ્ન, સંતાન અને રોગો સહિત આવી શકે છે આફતોના પહાડ, જાણો રાહતનાં ઉપાય
mangal dosh
Mangal Dosh: જાતકની કુંડળીમાં મંગળની દશા ખરાબ હોય તો તેને મંગલ દોષ અથવા માંગલિક દોષ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કુંડળીમાં મંગલ દોષને કારણે થતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના 12 સ્થાનોમાં ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જો તમારી કુંડળીમાં કોઈ લાભદાયક શુભ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો તે તમને શ્રેષ્ઠ, અણધાર્યા પરિણામ આપશે. બીજી તરફ નબળા ગ્રહને કારણે તમને અનેક અશુભ પરિણામ મળી શકે છે. અનેક કિસ્સામાં હાનિ અને નુકશાની પણ સહન કરવી પડે છે. જો કુંડળીમાં એક પણ ગ્રહની સ્થિતિ ખરાબ થઈ જાય તો વ્યક્તિને ઘણી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ક્રમમાં જો જાતકની કુંડળીમાં મંગળની દશા ખરાબ હોય તો તેને મંગલ દોષ અથવા માંગલિક દોષ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કુંડળીમાં મંગલ દોષને કારણે થતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે વિગતવાર...
1. કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો વ્યક્તિ દરેક બાબતમાં નાની-નાની વાતે ગુસ્સે થઈ જાય છે. દરેક સાથે વિવાદ છે. લોકો સાથેના સંબંધો બગડે છે. મંગળ દોષ ધરાવતી વ્યક્તિને મતભેદ રહે છે. એટલેકે કોઈ સાથે મેળ ખાતો નથી.
2. વ્યક્તિની કુંડળીમાં બારમા ભાવ (સ્થાન)માં મંગળ હોય ત્યારે વ્યક્તિના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે.
3. જન્મકુંડળીમાં મંગલ દોષ હોવાને કારણે સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યાઓ આવે છે.
4. જન્મકુંડળીમાં મંગલ દોષના કારણે મોટા ભાઈ સાથે વિવિધ કારણોસર ઝઘડો થતો જ રહે છે.
5. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો તેને આંખની સમસ્યા સિવાય હાઈ બ્લડ પ્રેશર, ફોડલી, લીવર, કિડનીને લગતી ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
6. કુંડળીમાં મંગલ દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી વખત કોર્ટના દ્વાર પણ ખખડાવવા પડે છે.
7. મંગળ દોષના કારણે વ્યક્તિને રક્ત સંબંધિત રોગનો સામનો કરવો પડે છે.
8. જો વ્યક્તિની કુંડળીમાં મંગળ આઠમા ભાવમાં હોય તો વૈવાહિક જીવનમાં ખટાશ રહે છે.
કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત કરવા માટે દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ સાથે હનુમાન ચાલીસા, સંકટમોચન, સુંદરકાંડ અને બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. થોડા મહિનાઓ સુધી આ નિયમિત કરવાથી મંગલ દોષમાં રાહત મળે છે. મંગલ દોષની હાનિકારક અસરોને ઓછી કરવા માટે વરિયાળીના થોડા દાણાને લાલ રંગના કપડામાં બાંધીને તમારા બેડરૂમમાં ક્યાંક રાખો. આ ઉપાય કરવાથી મંગલ દોષ પણ શાંત થઈ જાય છે. ઘઉં, લાલ રંગના કપડાં, ગોળ, તાંબુ, ઘી, ખાંડ, મસૂરની દાળનું દાન કરવાથી પણ મંગલ દોષમાં રાહત મળે છે.
કેટલાક લોકોના જીવનમાં મંગલ દોષના કારણે લગ્નજીવનમાં અવરોધો આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીને લાલ રંગનું સિંદૂર ચઢાવો. આ ઉપાયોથી મંગળ ગ્રહના જાતકોને ઘણો ફાયદો થશે. મંગલદોષને શાંત કરવા માટે ઉજ્જૈનના મંગલનાથ ધામમાં મંગળની વિશેષ પૂજા કરવી જોઈએ. અત્રે નોંધનીય છે કે મંગલનાથને મંગળનું જન્મસ્થળ માનવામાં આવે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર