આ કારણે નવ પરિણીત મહિલાએ આ વર્ષે ન કરવું કરવાચોથનું વ્રત

બાકી સ્ત્રીઓ આ વ્રત કરી પોતાના પતિના દિર્ઘાયુની કામના કરી શકે છે.

બાકી સ્ત્રીઓ આ વ્રત કરી પોતાના પતિના દિર્ઘાયુની કામના કરી શકે છે.

 • Share this:
  જે યુવતીઓના નવા-નવા લગ્ન થયા છે અને પહેલી વખત કરવાચૌથનું વ્રત કરવા જઈ રહી છે, તેમના માટે વર્ષે વ્રત શુભકારી નહી રહે. સાથે આ વર્ષે વ્રતનું ઉદ્યાપન પણ શુભકારી નથી રહેવાનું.

  તમને જણાવી દઈએ કે, આ બધુ શુક્ર ગ્રહના સૌર મંડળમાં અસ્ત થવાના કારણે તશે. શુક્રગ્રહ 1 નવેમ્બર સુધી અસ્ત રહેશે અને ત્યારબાદ તેનો ઉદય થશે. હિન્દૂ ધર્મમાં સૌર મંડળમાં અસ્ત દરમ્યાન કોઈ પણ શુભ કાર્ય નથી કરી શકાતુ. કરવાચૌથનું વ્રત શરૂ કરવું અને તેનું ઉદ્યાપન કરવું પણ શુભ કાર્ય માનવામાં આવે છે.

  જ્યોતિષ વિજ્ઞાન પરામર્શ કેન્દ્ર મંડીના સંચાલક પંડિત રામલાલે જણાવ્યું કે, આ વખતે કરવાચૌથનું વ્રત અસ્ત તિથિમાં આવી રહ્યું છે, જેથી નવી પરણિત યુવતીઓ માટે અને ઉદ્યાપન માટે આને વર્જિત માનવામાં આવે છે. બાકી સ્ત્રીઓ આ વ્રત કરી પોતાના પતિના દિર્ઘાયુની કામના કરી શકે છે.

  આ વખતના કરવાચૌથના વ્રતના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળશે, જે મહિલાઓ આ વકતે વ્રત રાખશે, તે ગણેશ ભગવાનની પૂજા જરૂર કરો.

  પંડિત રામલાલે જણાવ્યું કે, આ વખતે વ્રત ચતુર્થિ તિથિમાં આવી રહ્યું છે, અને તેના સ્વામી ભગવાન ગણેશ છે. જેથી ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ થશે. રાત્રે પણ ચંદ્ર દેવતાને અર્ધ આપીને વ્રત ખોલતા પહેલા ભગવાન ગણેશનું પૂજન જરૂર કરો.
  Published by:kiran mehta
  First published: