Vastu Tips for Work from Home: ઘરેથી કામ કરતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, કાર્યક્ષમતા વધશે
Vastu Tips for Work from Home: ઘરેથી કામ કરતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, કાર્યક્ષમતા વધશે
પ્રોડક્ટિવિટી વધારવા માટે તમે વાસ્તુ અનુસાર વર્કસ્ટેશનમાં અમુક ફેરફાર કરી શકો છો. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
Vastu Tips: કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ (Work from Home) કરી રહ્યા છે. પ્રોડક્ટિવિટી વધારવા માટે તમે વાસ્તુ અનુસાર વર્કસ્ટેશનમાં અમુક ફેરફાર કરી શકો છો.
Vastu Tips: વર્તમાનમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ (Work from home) દરમિયાન લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે ઘરનું વાતાવરણ અલગ હોય છે. એવામાં કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું (covid 19) વધારે મુશ્કેલ હોય છે. મોટાભાગે લોકો પોતાની આસપાસ રાખેલી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અથવા યોગ્ય જગ્યા પર નથી બેસતા. એવામાં કામ પ્રત્યે ઉત્સાહ હોવા છતાં કામ પ્રત્યે ઓર્ગેનાઇઝ્ડ અનુભવ નથી કરતા. નીંદર આવવી અને કામ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું સ્વાભાવિક હોય છે. એવામાં પ્રોડક્ટિવિટી વધારવા માટે તમે વાસ્તુની આ ટિપ્સ (Vastu Tips) ફોલો કરી શકો છો.
જોબ મુજબ પંસદ કરો ડેસ્ક ડાયરેક્શન
જો તમે લેખન, બેંક, બિઝનેસ મેનેજમેન્ટ કે અકાઉન્ટ્સ જેવું કામ હોય તો ઉત્તર દિશામાં બેસવું વધારે ફાયદાકારક રહેશે. તો તમારી નોકરી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, શિક્ષણ, ગ્રાહક સેવા, ટેક્નિકલ સેવા, મેડિકલ કે કાયદા સાથે સંબંધિત છે તો તમારા માટે પૂર્વ દિશામાં બેસવું યોગ્ય રહેશે. આ રીતે તમારું મન કામમાં લાગેલું રહેશે, ઊર્જાનું સ્તર ઊંચું રહેશે અને નકારાત્મક ઊર્જા તમારા કામમાં બાધારૂપ નહીં બને. ઉત્તર-પશ્ચિમ દિશાથી બચવાની સલાહ આપવામાં આવે છે કેમ કે આ દિશામાં બેસવાથી મનની એકાગ્રતા શક્તિ ઓછી થઈ જાય છે.
બેસવા માટે ઉપયોગમાં લેવાતી ખુરશીની પાછળ દિવાલ હોવી જોઈએ કારણ કે તે વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે. ખુરશીની પાછળ ક્યારેય બારી કે દરવાજો ન હોવો જોઈએ અને તમારા ખુરશી-ટેબલની બિલકુલ ઉપર બીમ ન હોવો જોઈએ, કારણ કે તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ટેબલ પર ફાઈલો, કાગળના ઢગલા અથવા અન્ય ઘરની વસ્તુઓ રાખવાથી કામની ગુણવત્તા પર અસર થાય છે અને નકારાત્મક ઉર્જા વધે છે. નકારાત્મક ઉર્જા વધવાને કારણે તમે તણાવમાં રહેશો અને કામ સમયસર પૂરું નહીં થાય. કાચના ટોપવાળી ટેબલ ટાળો કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમારા કામને ધીમું કરી શકે છે. તમે આવા ટેબલને લીલા અથવા સફેદ કાપડથી ઢાંકી શકો છો.
તમે જે રૂમમાં તમારું વર્કસ્ટેશન સેટ કરવાનું આયોજન કરી રહ્યાં હો તેની લાઇટિંગને ધ્યાનમાં લેવી જરૂરી છે. તે તમારા કામ અને મૂડને અસર કરી શકે છે. ખૂબ તેજસ્વી અથવા ખૂબ ઓછો પ્રકાશ આંખોને નકારાત્મક અસર કરી શકે છે. તેમજ પ્રકાશના અભાવે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ત્યાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. તે પ્રગતિમાં અવરોધ, કાર્યમાં અવરોધ અને વાદ-વિવાદનું કારણ પણ બની શકે છે.
નાના છોડ રાખવા
વર્કસ્ટેશનને સુંદર અને સકારાત્મક બનાવવા માટે તમે ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકી શકો છો. મની પ્લાન્ટ, વાંસ, સફેદ લીલી અને રબરના છોડને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો તે સ્થળની શોભા વધારે છે. એટલું જ નહીં, તે ફાયદાકારક પણ માનવામાં આવે છે. જો કે, તમારા કાર્યસ્થળ પર સૂકા અને કાંટાવાળા છોડ ક્યારેય ન રાખો કારણ કે તે નિરાશાનો સંકેત આપે છે. લીલો રંગ સુખ, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. તે સકારાત્મક ઉર્જાનું સ્તર વધારે છે અને મન ઉપર શાંત અસર કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર