Home /News /dharm-bhakti /Makarsakranti 2023: ગજબ સંયોગ! સૂર્ય સાથે શનિની પૂજાનું શુભ મુહૂર્ત, મકરસક્રાંતિ પર પુણ્ય કમાવા કરો આ કામ
Makarsakranti 2023: ગજબ સંયોગ! સૂર્ય સાથે શનિની પૂજાનું શુભ મુહૂર્ત, મકરસક્રાંતિ પર પુણ્ય કમાવા કરો આ કામ
makarsakranti 2023
UTTARAYAN 2023: 14 જાન્યુઆરીએ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે કર્મ પણ કરવાંમાં આવે છે. મકર સંક્રાંતિનું પર્વ પિતૃઓ સાથે સંબંધિત હોવાથી શુભ કર્મો માટે પણ સારી માનવામાં આવે છે.
14 જાન્યુઆરીએ શનિવાર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર સંક્રાંતિ ઊજવવામાં આવશે. આપણે જાણીએ છીએ કે આ ઉત્સવ સૂર્ય પૂજા માટે પ્રસિદ્ધ છે. પરંતુ આ વખતે એક અનોખો સંયોગ બની રહ્યો છે. કારણ કે આ વખતે શનિવારે મકર સંક્રાંતિ હોવાથી આ દિવસે સૂર્ય સાથે જ શનિ પૂજા કરવાનું પણ શુભ મુહૂર્ત બની રહ્યું છે.
તલનું દાન કરવાથી કુંડળીના શનિ દોષ પણ દૂર થાય
સમાન્ય રીતે મકર સંક્રાંતિએ તલનું દાન કરવામાં આવે છે. તો વળી આ વખતે તો શનિવાર હોવાથી તલનું દાન કરવાથી કુંડળીના શનિ દોષ પણ દૂર થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મકર સંક્રાંતિએ ભોજનમાં તલનું સેવન કરવું જોઈએ
મકર સંક્રાંતિ
સૂર્યનું ઉત્તરાયણ મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થવા લાગે છે. ઉત્તરાયણ થવું એટલે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. જેથી ધરતીના ઉત્તરી ભાગના દેશોમાં ધીમે-ધીમે દિવસની લંબાઈ વધવાની સાથે જ રાતનો સમય ટૂંકો થવા લાગે છે. ત્યાં જ, દક્ષિણ ગોળાર્ધના દેશમાં તેને મોટો દિવસ કહેવામાં આવે છે. કેમ કે તેના પછી ત્યાં દિવસની લંબાઈ ઘટવા લાગે છે. આ સમયે તે દેશોમાં ગરમીની ઋતુ રહે છે. ઉત્તર દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ ઘટનાને દેવતાઓના દિવસની શરૂઆત પણ માનવામાં આવે છે.
શનિદેવ
14 જાન્યુઆરીએ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે કર્મ પણ કરવાંમાં આવે છે. મકર સંક્રાંતિનું પર્વ પિતૃઓ સાથે સંબંધિત હોવાથી શુભ કર્મો માટે પણ સારી માનવામાં આવે છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી ધનુર્માસ પૂર્ણ થશે અને બધા જ પ્રકારના માંગલિક કાર્યોના શુભ મુહૂર્ત મળવા લાગશે.