Home /News /dharm-bhakti /Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર આ વખતે રચશે ત્રણ અદ્ભુત યોગ, આ મુહૂર્તમાં દાન કરવાથી પેઢીઓ સુધી ન ખૂટે એટલું ધન મળશે

Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર આ વખતે રચશે ત્રણ અદ્ભુત યોગ, આ મુહૂર્તમાં દાન કરવાથી પેઢીઓ સુધી ન ખૂટે એટલું ધન મળશે

ઉત્તરાયણ 2023

Makarsakranti 2023: આ વર્ષે મકરસંક્રાંતિ પર 3 ગ્રહયોગો રચાઈ રહ્યા છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજપદ યોગનો અમલ થશે. મકરસંક્રાંતિ પર દાનપુણ્ય કરવાનો અનોખો મહિમા છે. માટે જાણો મુહૂર્તનો સમય વગેરે મહત્વની બાબતો.

વધુ જુઓ ...
    ગુજરાતીઓ માટે નવરાત્રિ પછી કોઈ ફેવરિટ તહેવાર હોય તો એ છે ઉત્તરાયણ.  વર્ષ 2023 ઘણી ખાસ ક્ષણો અને તકો લઈને આવ્યું છે. આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ આવી રહી છે. જ્યોતિષોના મતે મકરસંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન, પૂજા અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આવો જાણીએ આ સમય દાન કરવા માટે કેવો શુભ સમય રહેશે.

    મકરસંક્રાંતિ પર દાનપુણ્ય કરવાનો અનોખો મહિમા છે. અને તેના માટે એક ખાસ મુહૂર્ત પણ હોય છે.

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે લોહરી 13 જાન્યુઆરીએ મનાવવામાં આવશે અને મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ વર્ષે સંક્રાંતિ 'સિંહ' પર સવાર થઈને આવી રહી છે અને તેમનું વાહન હાથી હશે. ગ્વાલિયરના જ્યોતિષાચાર્ય ડૉ. સતીશ સોનીના જણાવ્યા અનુસાર, આ વર્ષે મકરસંક્રાંતિ પર 3 ગ્રહયોગો રચાઈ રહ્યા છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજપદ યોગનો અમલ થશે.

    આ પણ વાંચો: SURYA PUJA: સૂર્યદેવની પુજાનું હિન્દુ ધર્મમાં અનોખુ મહત્વ, બજરંગબલી હનુમાનજીને પણ મળ્યું જ્ઞાન

    શુભ સમય આ રીતે રહેશે
    આ વર્ષે સંક્રાંતિનો પવિત્ર સમયગાળો 10 કલાક અને 31 મિનિટ સુધી ચાલશે. સંક્રાંતિનો સમયગાળો સવારે 7:15 થી શરૂ થઈને સાંજે 5:45 સુધી રહેશે. તો સાથે સવારે 7:15 થી સવારે 9 વાગ્યા સુધી, મહા પુણ્યકાળનો સમય રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું દાન લાભદાયક રહેશે.



    ખીચડીનું વિશેષ મહત્વ છે
    જ્યોતિષ ડૉ. સતીશ સોનીએ જણાવ્યું કે સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો પોતાના વડીલો, માનનીય અને બ્રાહ્મણોને દાન આપે છે. સાથે જ મંદિરોમાં જઈને ભગવાનની વિશેષ પૂજા કરીને પોતાની ક્ષમતા અનુસાર દાન આપે છે. તેમણે જણાવ્યું કે આ દિવસે દાળ અને ચોખા સાથે મિશ્રિત કાચી ખીચડી, ખાસ કરીને તલમાંથી બનેલા ગજકનું દાન કરવામાં આવે છે. આ સાથે સંક્રાંતિના દિવસે ગજકનું સેવન ખૂબ જ ફળદાયી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Makar sankranti, Makarsankranti

    विज्ञापन
    विज्ञापन