Home /News /dharm-bhakti /ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ આટલા કામ

ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ આટલા કામ

પ્રતિકાત્મક તસવીર

મકરસંક્રાંતિ પર મોડા સુધી ન સુવો. ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનું ખાસ મહત્વ છે

    ધર્મ ડેસ્ક: આજે મકરસંક્રાતિનો પર્વ છે, આ દિવસે સૂર્ય દેવની પૂજાનું વિધાન છે. જ્યોતિષ વિદ્વાનો અનુસાર સૂર્ય નવ ગ્રહમાં રાજાનાં પદ પર બિરાજમાન છે. આ દિવસ ઉપરાંત પોષ અને ચૈત્ર માસ વિશ્રામ લગાવવામાં આવે છે અને સમસ્ત શુભ તેમજ મંગળ કાર્યનો પ્રારંભ થાય છે. શાસ્ત્ર અનુસાર, ઉત્તરાયણ દેવતાનો દિવસ અને દક્ષિણ રાત થાય છે. એક માન્યતા છે કે 14 જાન્યુઆરીએ દેવતાઓની સવાર થાય છે. પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર આવે છે ત્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મકરસંક્રાતિનાં દિવસથી જ સૂર્ય ઉત્તર તરફવધારે ગતિ કરે છે એટલા માટે આ પર્વને ઉત્તરાયણ પણ કહેવાય છે.

    સૂર્ય કેલેન્ડર પ્રમાણે આ સમયગાળામાં દિવસ અને રાત સરખી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરનો અભિપ્રાય મકર રાશિ સાથે છે તેમજ સંક્રાતિથી અભિપ્રાય પરિવર્તન સાથે છે. સંક્રાતિ દરેક મહિનામાં હોય છે જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરી ગોળાર્ધમાં શિયાળા દરમિયાન સૂર્યની ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ મકર સંક્રાતિનાં રૂપમાં ઓળખવામાં આવે છે.

    જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને રાજપક્ષ અર્થાત સરકારી ક્ષેત્ર તેમજ અધિકારીઓની કારકીર્દિનો પરિબળ ગ્રહ બતાવવામાં આવ્યો છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોવાથી તેને સરકારી ક્ષેત્રમાં સફળતા અને અધિકારીઓથી સહયોગ મળે છે. કરિયર તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં ઉન્નતિ માટે પણ સુર્યની અનુકૂળતા અનિવાર્ય માનવામાં આવે છે.

    ત્યારે ખરાબ સમયથી બચવા માટે મકરસંક્રાંતિ પર ન કરો આ ભુલ.

    - મકરસંક્રાંતિ પર મોડા સુધી ન સુવો. ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે પવિત્ર સ્થાનો પર સ્નાન કરી સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરે છે. ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનની આરાધનાનો શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદયનો જ હોય છે.
    - આદિત્ય હૃદયનો પાઠ કરો.
    - તેલથી બનાવેલ પદાર્થ ખાવાનું ટાળો.
    - મીઠું વગરનું અને એક સમયે જ ભોજન કરવાથી સુર્ય ભગવાનની કૃપા બની રહે છે
    - ॐ घृणि: सूर्याय नम: મંત્ર જાપથી ભગવાન સૂર્યની અપાર કૃપા આવી શકે છે
    - કહેવાય છે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ઘણું વધારે ફળ આપે છે. પોતાની યથાશકિત પ્રમાણે જેટલું બની શકે તેટલું દાન કરો અને પુણ્ય મેળવો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Festival, Makar sankranti, Uttrayan, ઉજવણી`

    विज्ञापन
    विज्ञापन