Home /News /dharm-bhakti /મકરસંક્રાંતિના દિવસે ન ભૂલશો આ કાર્યો કરવાનું, તમારા જીવનમાં વરસશે માતા લક્ષ્મીની અપાર કૃપા

મકરસંક્રાંતિના દિવસે ન ભૂલશો આ કાર્યો કરવાનું, તમારા જીવનમાં વરસશે માતા લક્ષ્મીની અપાર કૃપા

મકર સંક્રાંતિ

Makar Sankranti Celebration: મકરસંક્રાંતિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે દેશભરમાં મકરસંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોને અવગણવાથી અશુભ પરિણામો મળી શકે છે. આવો જાણીએ મકરસંક્રાંતિના દિવસે કયા-કયા કામ છે, જેને આપણે જરૂરથી કરવા જોઇએ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: પતંગરસિયાઓના મનપસંદ તહેવાર એવા મકરસંક્રાંતિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે દેશભરમાં મકરસંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાના બાળકોથી લઇને વડીલો સુધી તમામ લોકો પસંગો ઉડાવી અને વિવિધ વસ્તુઓનું દાન કરીને તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. તમને દરેક ઘરની છત પર પતંગરસિયાઓ પેચ લડાવતા અને ‘કાઇપો છે’ની બૂમ લગાવતા જોવા મળી શકે છે. આપને જણાવી દઇએ કે, આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ (Sun Transit) કરે છે અને આ સમયે સૂર્યની તમામ રાશિઓ પર વિશેષ અસર પડે છે. તે કેટલાક રાશિના જાતકો માટે સારું અને કોઈના માટે ખરાબ સાબિત થઇ શકે છે. મકર સંક્રાંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોને અવગણવાથી અશુભ પરિણામો મળી શકે છે. આવો જાણીએ મકરસંક્રાંતિના દિવસે કયા-કયા કામ (Do this on Makar Sankranti) છે, જેને આપણે જરૂરથી કરવા જોઇએ.

દાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મકર સંક્રાંતિના દિવસે ગરીબ કે જરૂરતમંદ લોકોને બને તેટલું કંઈક દાન કરો. છેલ્લા ઘણા સમયથી આ પ્રથા પ્રચલિત છે. કહેવાય છે કે જો તમારા ઘરમાં કોઈ લાચાર ગરીબ કે સંત-મહંત આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દેવા જોઈએ. તમારી ક્ષમતા અનુસાર તેને દાન કરો. આવુ કરવાથી તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. સાથે જ તમારી સફળતા, ખ્યાતિ અને માન-સન્માનમાં વધારો થશે.

આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર આ વિધિથી કરો સૂર્ય દેવની પૂજા, પ્રગતિ સાથે વધશે માન-સન્માન

બ્રાહ્મણ ભોજન

ઘણા વર્ષોથી પરંપરા ચાલી રહી છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ હોય છે. મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરતા પહેલા કંઈ પણ ન ખાવું જોઈએ. ન્હાયા પછી પણ ભોજન ન કરવું. ગંગામાં સ્નાન કર્યા પછી ગરીબ બ્રાહ્મણોને કંઈક દાન આપો અથવા તેમને ભોજન કરાવો. તમારે તેઓ ભોજન કરી લે ત્યાર પછી જ જમવું જોઈએ. તેનાથી તમને દેવતાઓના આશીર્વાદ મળશે અને દેવતાઓ તમારા કામથી પ્રસન્ન થશે. તેનાથી પરિવારના બધા સભ્યો વચ્ચે તાલમેલ વધશે.

આ પણ વાંચો: 9 દિવસમાં બદલાઈ જશે ચાર રાશિઓનું ભાગ્ય, આ ત્રણ ગ્રહો હશે એક જ રાશિમાં



શાકાહારી ભોજન

જ્યોતિષીઓના મતે મકર સંક્રાંતિના દિવસે સ્મોકિંગ જેવી વસ્તુઓથી બચો. તમે ઇચ્છો તો તલ અને મગની ખીચડી ખાઈ શકો છો. આ શુભ દિવસે માંસ ન ખાવું. શાકાહારી આહાર લો. જો તમે આ વાતને અનુસરો છો, તો તમારું શરીર આખું વર્ષ ખૂબ સારું રહેશે અને તમે તણાવ મુક્ત રહેશો.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन