જ્યોતિષી ગણનાઓ અનુસાર સૂર્ય મકર રાશિમાં ગોચર આજે 14 જાન્યુઆરીએ કરશે. આ ગોચર કાળમાં જ મકરસંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવશે અને સૂર્ય દેવની આરાધના કરવામાં આવશે છે. હિન્દૂ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વનું વિશેષ મહત્વ છે.
મકરસંક્રાંતિ પર્વ આ નામોથી પણ પ્રચલિત છે
મકરસંક્રાંતિનો તહેવાર ભારતના જુદા જુદા ભાગોમાં લોહરી, ભોગી પાંડુગા, પોંગલ, પેડા પાંડુગા, ઉત્તરાયણ, માઘ બિહુ જેવા વિવિધ નામો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ એ બે શબ્દો મકર અને સંક્રાતિથી બનેલો છે. મકરનો અર્થ મકર રાશિ છે અને સંક્રાંતિનો અર્થ થાય છે પરિવર્તન. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.
સૂર્યનું મકર રાશિમાં ગોચર 14 જાન્યુઆરી, 2023ના રોજ 08.22 મિનિટે થશે. શનિ મકર રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં, સૂર્યના આ ગોચરની ઘણી અસરો જોવા મળશે. સૂર્ય અને શનિને એકબીજાના શત્રુ ગ્રહો માનવામાં આવે છે, પરંતુ બંને વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. આ દરમિયાન સૂર્યદેવ શનિ પ્રત્યેના તેમના ક્રોધને ભૂલી જશે અને તેમને આશીર્વાદ આપશે.