Makar Sankranti 2023: ચાલુ વર્ષે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિમનાવવામાં આવશે. આ વખતે મકરસંક્રાંતિ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસથી સમગ્ર કમૂર્તાના કારણે બંધ રાખવમાં આવેલા લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞપાવિત સંસ્કાર જેવા શુભ કાર્યો ફરી શરૂ થઈ શકશે.
ધર્મ ડેસ્ક: ચાલુ વર્ષે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ (Makar sankranti) મનાવવામાં આવશે. આ વખતે મકરસંક્રાંતિ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે જાતકોને ફાયદો થઈ શકે છે. આ વખતે મકરસંક્રાંતિ અનેક શુભ યોગોની સાક્ષી બનશે અને સાથે જ કમૂર્તા ખતમ થઈ જશે. આ વર્ષે ત્રિગ્રહી યોગ (Trigahi Yog)ના કારણે પુણ્યનું ભાથું બાંધી શકાશે.
સૂર્યદેવ 14 જાન્યુઆરીએ રાત્રે 8.43 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેનો પુણ્ય કાળ 15 જાન્યુઆરી, રવિવારે થશે. સૂર્યની ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી સમગ્ર કમૂર્તાના કારણે બંધ રાખવમાં આવેલા લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞપાવિત સંસ્કાર જેવા શુભ કાર્યો ફરી શરૂ થઈ શકશે.
બની રહ્યા છે ત્રિગ્રહી યોગ, સંક્રાંતિનું આગમન શુભ રહેશે
Naiduniyaના અહેવાલ મુજબ, માં શીતળા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય અંકિત માર્કંડેયએ જણાવ્યું હતું કે રવિવારે સંક્રાંતિનું આગમન ખૂબ જ શુભ છે. આ દિવસે માઘ કૃષ્ણ, અષ્ટમી ચિત્રા નક્ષત્ર, સુકર્મા, ઘૃતિ યોગ તેમજ પદ્મ યોગ રહેશે. મકર સંક્રાંતિ પર મકર રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિ બની રહી છે, એટલે કે ત્રિગ્રહી યોગ બની રહ્યા છે. ચંદ્ર તુલા રાશિમાં રહેશે.
મકરસંક્રાંતિ પર આખો દિવસ સ્નાન કરી શકાય છે. રવિવારે સૂર્યની સંક્રાંતિ વિશેષ લાભકારી રહેશે. આ દિવસે સૂર્યનો ઉદય થશે. 17 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી અશુભ ફળ ઓછા થશે. મકરસંક્રાંતિ પર દાનનો ખૂબ મહિમા છે. મંદિરોમાં બ્રાહ્મણો, સંતો, મહાત્માઓ, ગુરુઓ, ગરીબો અને જરૂરિયાતમંદોને જરૂરી વસ્તુઓ કે ભેટ-સોગાદો આપવાથી પુણ્યમાં વધારો થાય છે. સંક્રાંતિ પર પક્ષીઓને ખવડાવો અને ગૌવંશને લીલું ઘાસ ખવડાવો. ઉનના વસ્ત્રોનું દાન કરવું પણ મહત્વપૂર્ણ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે અને યુતિ બનાવે છે. જેની અસર માનવ જીવન અને રાશિઓ પર જોવા મળે છે. આ સંયોગ કોઈ વ્યક્તિ માટે શુભ અને કોઈના માટે અશુભ હોય છે. ત્યારે મકર રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ શનિ, સૂર્ય અને શુક્રના સંયોગથી રચાશે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર