Home /News /dharm-bhakti /Makar Sankranti 2023: આ વખતે વરાહ પર સવાર થઈને આવશે સંક્રાંતિ, જાણો કેવું રહેશે હવામાન
Makar Sankranti 2023: આ વખતે વરાહ પર સવાર થઈને આવશે સંક્રાંતિ, જાણો કેવું રહેશે હવામાન
વરાહ પર સવાર થઈને આવશે સંક્રાંતિ
Makar Sankranti sun transit 2023: સૂર્યદેવને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવ દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્ય રાશિ બદલીને અન્ય રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરી, 2023ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ અવસરને દેશભરમાં મકરસંક્રાંતિના રૂપમાં મનાવવામાં આવશે.
સૂર્યદેવને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવ દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્યદેવ એક પછી એક 12 રાશિઓમાં પ્રવેશ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ સ્થાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. સૂર્ય સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્યનું પરિબળ છે. સૂર્ય રાશિ બદલીને અન્ય રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરી, 2023ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ અવસરને દેશભરમાં મકરસંક્રાંતિના રૂપમાં મનાવવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023માં મકર સંક્રાતિ વરાહ વાહન પર આવી રહી છે અને પેટા વાહન વૃષભ એટલે કે બળદ છે.
વર્ષ હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ અશાંત રહી શકે
હિન્દુ પંચાગ અનુસાર મકર સંક્રાંતિના કારણે આ વર્ષે સમગ્ર વિશ્વના હવામાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. દેશના કેટલાક રાજ્યોમાં ખૂબ ઓછો વરસાદ પડશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં દુકાળની અસર વધુ જોવા મળશે. બદલાતા હવામાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2023નું આખું વર્ષ હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ અશાંત રહી શકે છે.
વર્ષ 2023માં મકરસંક્રાંતિ વરાહ પર સવાર થઈને આવશે, જ્યારે પેટા વાહન વૃષભ હશે. આ વર્ષે મકરસંક્રાંતિનો શુભ રંગ લીલો અને પુષ્પ બકુલ રહેશે. અવસ્થા વૃદ્ધાવસ્થા, લેપન - ચંદન, શસ્ત્રો - ખડગ, ઘરેણાં - મોતીની માળા, પાત્ર - તાંબાનું વાસણ, ભિક્ષા -અન્ન અને દિશા પશ્ચિમથી ઉત્તર તરફ હશે.
મકરસંક્રાંતિનું શા માટે ખાસ મહત્વ છે?
અહીં નોંધપાત્ર વાત એ છે કે, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી બહાર આવીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરીને પછી દાન કરવામાં આવે છે. મકરસંક્રાંતિએ દાન આપવાનો બહોળો મહિમા છે.
આ સમય દરમિયાન પૃથ્વી ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધવા લાગે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં હોવાને કારણે દિવસો મોટા અને રાતો ટૂંકી થતી જાય છે. પરિણામે સૂર્યનો પ્રકાશ પાક પર લાંબા સમય સુધી છે. એટલા માટે મકરસંક્રાંતિને ખાસ માનવામાં આવે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર