Home /News /dharm-bhakti /Makar Sankranti Special: અહીં મહિલાઓ કરે છે શૃંગારનું દાન, કુંવારી છોકરીઓ માટે પણ છે ખાસ પરંપરા
Makar Sankranti Special: અહીં મહિલાઓ કરે છે શૃંગારનું દાન, કુંવારી છોકરીઓ માટે પણ છે ખાસ પરંપરા
રાજસ્થાન મકરસંક્રાંતિ સ્પેશિયલ
Makar Sankranti 2023 Special: મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અંગે ઘણી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ છે. રાજસ્થાનમાં પણ આને લઈને એક અનોખી પરંપરા છે. આ દિવસે મહિલાઓ શૃંગારનું દાન કરે છે. અવિવાહિત છોકરીઓ માટે પણ ખાસ પ્રથા છે.
દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. ભારતના દરેક પ્રદેશમાં આ તહેવારને પોતાની રીતે ઉજવવાની પ્રથા છે, ખાસ કરીને ગુજરાતમાં. રાજસ્થાનમાં પણ મકરસંક્રાંતિ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક પ્રથાથી પૂજા-પાઠ કરવામાં આવે છે. આમાં સૌથી ખાસ મહિલાઓ દ્વારા શૃંગારનું વિતરણ શૃંગારનુ દાન કરે છે. અવિવાહિત કે કુંવારી મહિલાઓ માટે પણ ખાસ પરંપરા છે. કુંવારી કન્યાઓ સારો પતિ મેળવવા માટે શુભ સમયે આ દિવસે વસ્તુઓનું દાન કરે છે.
મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્યનું ખૂબ જ મહત્વ હોય છે. કુંવારી અને વિવાહિત મહિલાઓ આ દિવસે 14 વસ્તુઓ વહેંચે છે. આ વસ્તુઓ સામાન્ય રીતે મેકઅપ અથવા દૈનિક ઉપયોગ સાથે સંકળાયેલી હોય છે. સુહાગન મહિલાઓ પોતાના સુહાગની રક્ષા માટે એકબીજાને શૃંગાર આપે છે, એટલે કે શૃંગાર દાન કરે છે. કુમારિકાઓ સુહાગ મેળવવા માટે આ વસ્તુઓ વહેંચે છે. તેને હલ્દી કુંકુ પણ કહેવામાં આવે છે.
દાન કરવા માટે રવિવારનો સમય ઉત્તમ છે. રવિવારે શુભ મુહૂર્ત દિવસમાં 12:45 સુધી છે. જો કે, આખો દિવસ ગમે ત્યારે દાન કરી શકાય છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્નાન કર્યા બાદ સૂર્યની પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ તેઓ ઘરના પૂજા સ્થાનમાં પણ ભગવાનની પૂજા અર્ચના કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત ગરીબ મહિલાને શૃંગાર અને મેકઅપની તમામ વસ્તુઓ ભેટમાં આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તાંબુ, પિત્તળ, ચાંદી, ધાતુ, સ્ટીલ, માટીના દીવા પણ દાન કરી શકાય છે. કપડામાં રૂમાલ, માસ્ક, સ્કાર્ફ, શાલ, સ્ટોલ, સ્કાર્ફ, કુર્તા, મોજા, લેગિંગ્સ વગેરે પણ હોઈ શકે છે. દંતકથાઓ અનુસાર, સંક્રાંતિ જેના પરથી નામ પડ્યું છે તેઓ એક દેવતા હતા. એમણે સંકરાસુર નામના દુષ્ટ રાક્ષસનો નાશ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર