Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર્વ લાવ્યું ઘણા વિશિષ્ઠ સંયોગ, વર્ષો પછી ત્રણ દિવસના ટૂંકા ગાળામાં સૂર્યનું રાશિ પરીવર્તન

Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર્વ લાવ્યું ઘણા વિશિષ્ઠ સંયોગ, વર્ષો પછી ત્રણ દિવસના ટૂંકા ગાળામાં સૂર્યનું રાશિ પરીવર્તન

Makar Sankranti 2023 Astrology

Makar Sankranti 2023 Astrology: 14 જાન્યુઆરી (makar sankranti 2023) ના સૂર્ય મહારાજ અને ત્યારબાદ 17 જાન્યુઆરીના કર્મના ગ્રહ ખુબ ધીમી ચાલે ચાલતા ગ્રહ શનિ મહારાજ રાશિ પરિવર્તન (Rashi Parivartan 2023) કરી રહ્યા છે. આ બે દિગ્ગજ ગ્રહોનું ટૂંકા ગાળામાં થતું રાશિ પરિવર્તન ઘણા સંકેતો આપી રહ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
મકરસંક્રાંતિ (makar sankranti 2023) નું પર્વ નજીક આવી રહ્યું છે. 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.46 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે (Sun Transit 2023) જયારે શનિ મહારાજ તેના ત્રણ દિવસ પછી જ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.  કર્મનો ન્યાય કરતા શનિ મહારાજ સૂર્યના જ પુત્ર છે. મકરસંક્રાંતિ પર સૂર્ય તેના પુત્રની રાશિમાં આવે છે જ્યારે આ વર્ષે સંયોગ એવો છે કે સૂર્ય પુત્રની પ્રથમ રાશિ મકરમાં આવે છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાત કરતાં વિધવાન જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે ત્રણ દિવસ પછી જ શનિ મહારાજ મકર રાશિ છોડી પોતાની બીજી રાશિ કુમ્ભમાં ભ્રમણ શરુ કરશે.

સ્નાન દાન ક્યારે કરવું ?


બીજો સંયોગ એ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવે છે કેમ સૂર્ય મકરમાં રાત્રે પવેશ કરે છે જેથી રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદય તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવામાં આવશે. માટે મકરસંક્રાંતિનો પુણ્યકાળ બીજે દિવસે એટલેક રવિવારે સવારે સૂર્યોદયથી લઈને સાંજે 5.25 સુધી છે. આ પણ સંયોગ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવી રહ્યો છે. જે મકરસંક્રાંતિની અસરને વધુ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો:  Khappar Yoga 2022: આગામી ફેબ્રુઆરી સુધી ખપ્પર યોગની અસર, દેશ અને દુનિયામાં જોવા મળશે આવી ઉથલ-પાથલ

ખપ્પર યોગ અને મકરસંક્રાંતિ


ખપ્પરયોગ (Khappar Yog 2023) વચ્ચે થઇ રહેલું સૂર્ય અને શનિનું પરિવર્તન સૂચક છે. 14 જાન્યુઆરી (makar sankranti 2023) ના સૂર્ય મહારાજ અને ત્યારબાદ 17 જાન્યુઆરીના કર્મના ગ્રહ ખુબ ધીમી ચાલે ચાલતા ગ્રહ શનિ મહારાજ રાશિ પરિવર્તન (Rashi Parivartan 2023) કરી રહ્યા છે. આ બે દિગ્ગજ ગ્રહોનું ટૂંકા ગાળામાં થતું રાશિ પરિવર્તન ઘણા સંકેતો આપી રહ્યું છે. અને તેની અસર નીચે વિશ્વના ઘણા દેશોમાં પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ વધતું જોવા મળશે.

ઘરઆંગણે જોઈએ તો આ ગ્રહો અને ખપ્પર યોગની અસર નીચે જોષીમઠમાં જમીનમા તિરાડો પડવાના કિસ્સા વધી રહ્યા છે. જે વિષે અગાઉ લખી ચુક્યો છું અને ધીમે ધીમે વિશ્વ સમુદાય એક વાત સુપેરે સમજતો જાય છે કે આપણે જે ગતિએ પ્રદુષણ અને ચણતર કરી રહ્યા છીએ તે કદાચ આપણને વધુ આધુનિક બનાવે છે. પરંતુ આપણા રહેવા માટેના ગ્રહ પૃથ્વી માટે આ દોડ જોખમી સાબિત થઇ રહી છે.

સૂર્ય રાજા છે અને શનિ પ્રજા છે માટે સરકાર અને પ્રજા વચ્ચે પ્રશ્નો ખડા થતા જોવા મળે. મકરસંક્રાંતિની પ્રવેશ કુંડળી જોઈએ તો લગ્નેશ સૂર્ય છઠે છે. મંગળ દશમે બિરાજમાન છે જે આ વર્ષમાં સેનાનો દબદબો દર્શાવે છે બીજી તરફ આ વર્ષ પાકિસ્તાન માટે શુભ ન ગણી શકાય.

કેવો રહેશે આગામી સમય?


ભારતના હિસાબે જોઈએ તો વર્ષ ધીમી પ્રગતિ વાળું ગણી શકાય. વળી માર્ચ પછીના સમયમાં વધુ પ્રગતિ થતી જોવા મળે. અવકાશ ક્ષેત્રે ખાસ વધુ પ્રગતિ થતી જોવા મળે જો કે કેટલીક કુદરતી આપદાઓ અને અકસ્માતથી લઈને વીટમ્બણાઓમાંથી પસાર થવાનું બને. પાંચમે વક્રી બુધ શેરબજારને ધીમે ધીમે ઉપર લઇ જનાર બને છે. જયારે ભાગ્યમાં રાહુ ઘણી બાબતોમાં ભ્રમ આપનાર બને છે. તો આઠમે ગુરુ સ્વગૃહી છે જે સાત્વિકતાને સાઈડમાં મૂકી લોકોની એક દોડ દર્શાવનાર છે.

આ પણ વાંચો: ગજબ સંયોગ: કેતુના જ અંકનું અને કેતુના જ નક્ષત્રથી શરુ થતું વર્ષ 2023, જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત

સૂર્ય અને શનિનું ત્રણ દિવસના અંતરે રાશિ પરિવર્તન રાજા અને પ્રજાની માનસિકતાઓ બાબતે અને વૈચારિક મતભેદ ઉજાગર કરતા જોવા મળે છે. રવિવારે સંક્રાંતિ પુણ્યકાળ અને પછી મંગળવારે શનિનું રાશિ પરિવર્તન અને શનિ દ્વારા જ ખપ્પર યોગ વિશેષ ઘટનાઓ અને ઘણા રહસ્યો અને તેના ઉત્તરો સામે લાવી રહ્યું છે. ખાસ કરીને વિશ્વની અનેક સરકારો સામે અસમંજસની સ્થિતિ ઉભી થતી જોવા મળે.

જ્યોતિષાચાર્યનો ટૂંકો પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
Published by:Rahul Vegda
First published:

Tags: Makar sankranti, Makarsankranti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन