Home /News /dharm-bhakti /Makar Sankranti: મકર સંક્રાંતિ પર ખીચડી ખાવું શા માટે જરૂરી છે? જાણો શું કહે છે શાસ્ત્ર
Makar Sankranti: મકર સંક્રાંતિ પર ખીચડી ખાવું શા માટે જરૂરી છે? જાણો શું કહે છે શાસ્ત્ર
મકર સંક્રાંતિ પર ખીચડી ખાવું શા માટે જરૂરી છે?
Makar Sankranti 2023 Khichdi: મકર સંક્રાંતિ પર ખીચડી ખાવાનું મોટું મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે, જાણો મકરસંક્રાંતિ પર ખીચડી ખાવા અંગે શાસ્ત્રોમાં શું લખ્યું છે.
મકર સંક્રાંતિ પર ખીચડી ખાવાનું મોટું મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે, જે શનિ, રાહુ અને કેતુ સાથે જોડાયેલી હોય છે. પરંતુ વિચારવા વાળી વાત એ છે કે આ દિવસે ખીચડીમાં માત્ર અડદની દાળ જ કેમ ભેળવવામાં આવે છે. એની પાછળ શું કારણ છે અને શાસ્ત્ર આને કઈ વસ્તુ સાથે જોડીને જુવે છે.
મકર સંક્રાંતિ પર શા માટે ખાવામાં આવે છે અડદની દાળ વળી ખીચડી
કાળી અડદની દાળને શનિ દોષ સાથે જોડીને જોવામાં આવી છે. ત્યાં જ ચોખાને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. શનિ સૂર્ય પુત્ર અને આ બંનેનું મિલન તમારા જીવનમાં સૂર્ય અને શનિ વચ્ચે બેલેન્સ લાવે છે. આનાથી એક બાજુ જ્યાં સૂર્ય ખુશ થઇ જાય છે ત્યાં જ શનિ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
એ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાને નવગ્રહો સાથે પણ જોડવામાં આવ્યું છે. આ દિવસે ખીચડીમાં ઉપયોગમાં લેવાતા ચોખા, અડદ, ઘી, હળદર, પાણી અને મીઠું વગેરે અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલું છે. એનાથી તમામ પ્રકારના ગ્રહ દોષોથી બચી શકાય છે. માટે જીવનમાં બેલેન્સ બનાવી રાખવા અને માનસિક અને શારીરિક શાંતિ માટે ખીચડી ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યુઝ 18 ગુજરાતી આની પુષ્ટિ કરતુ નથી. પાલન કરતા પહેલા જરૂરી નિષ્ણાંતની સલાહ જરૂર લો.)
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર