Home /News /dharm-bhakti /Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર દાનનો વિશિષ્ટ મહિમા, જાણો તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ?
Makar Sankranti 2023: મકરસંક્રાંતિ પર દાનનો વિશિષ્ટ મહિમા, જાણો તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ?
Makar Sankranti Daan According to Rashi
Makar Sankranti Daan According to Rashi: સનાતની પરંપરામાં મકરસંક્રાંતિના તહેવાર પર દાન-પુણ્ય કરવાનો અનેરો મહિમા છે. જ્યારે આજે આપણે અહી વિદ્વાન જ્યોતિષાચાર્ય પાસેથી જાણીશું કે તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો...
Makar Sankranti Daan According to Rashi: સનાતની પરંપરામાં મકરસંક્રાંતિના તહેવાર પર દાન-પુણ્ય કરવાનો અનેરો મહિમા છે. આ પવિત્ર તહેવાર પર લોકો પોતપોતાની યથા શક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરતાં હોય છે. પરંતુ જો જાતકો પોતાની રાશિ પ્રમાણે દાન-પુણ્ય કરે છે તો તેને વધુ વિશિષ્ટ લાભ મળે છે. આ બાબતે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરતાં જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે, મકરસંક્રાંતિ નું પર્વ નજીક આવી રહ્યું છે, 14 જાન્યુઆરી (makar sankranti 2023) શનિવારે રાત્રે 8.46 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જયારે શનિ મહારાજ તેના ત્રણ દિવસ પછી જ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
કર્મનો ન્યાય કરતા શનિ મહારાજ સૂર્યના જ પુત્ર છે અને મકરસંક્રાંતિ પર સૂર્ય તેના પુત્રની રાશિમાં આવે છે. જ્યારે આ વર્ષે સંયોગ એવો છે કે સૂર્ય પુત્રની પ્રથમ રાશિ મકરમાં આવે છે અને ત્રણ દિવસ પછી જ શનિ મહારાજ મકર રાશિ છોડી પોતાની બીજી રાશિ કુમ્ભમાં ભ્રમણ શરુ કરશે.
બીજો સંયોગ એ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવે છે કેમ સૂર્ય મકરમાં રાત્રે પવેશ કરે છે. જેથી રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદય તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન (makar sankranti snan) અને દાન કરવામાં આવશે.
કઈ રાશિએ શું દાન (makar sankranti rashi dan) કરવું અને સૂર્યને કઈ રીતે અર્ધ્ય આપવો?
વધુમાં જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે, મકરસંક્રાંતિનો પુણ્યકાળ બીજે દિવસે એટલેક રવિવારે સવારે સૂર્યોદયથી લઈને સાંજે 5.25 સુધી છે આ પણ સંયોગ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવી રહ્યો છે. જે મકરસંક્રાંતિની અસરને વધુ મજબૂત બનાવે છે.
મકરસંક્રાંતિ પર તલના તેલનું મર્દન કરી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિ પર પુણ્ય કાળ માં "ૐ રિમ સૂર્યાય નમઃ" મંત્રની 11 માળા કરવાથી સૂર્યની સારી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કઈ રાશિ એ શું દાન કરવું અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો તે અત્રે જાણવું છું.
મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકોએ ગુલાબી કે લાલ વસ્ત્ર, ગાયનું ઘી, શેરડી, ગોળ ,ઘઉં, સુવર્ણ, મસૂર, કાળા તલ, મગફળીના દાણા સાબુદાણા, સુખડીનું દાન કરવું.પાણી માં લાલ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, તાજા ફળ, ચાંદી, સફેદ તલ, વાલ, અખરોટ, ચંદન-સુખડનું દાન કરવું.પાણી માં સફેદ ફૂલ,સાકાર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણીનો ટૂંકો પરિચય:જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર