Home /News /dharm-bhakti /

Makar Sankranti 2022: સૂર્ય દેવે કેમ બાળ્યુ શનિ દેવનું ઘર? જાણો મકર સંક્રાંતિ સાથે જોડાયેલી ઘટના

Makar Sankranti 2022: સૂર્ય દેવે કેમ બાળ્યુ શનિ દેવનું ઘર? જાણો મકર સંક્રાંતિ સાથે જોડાયેલી ઘટના

એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના (Makar Sankranti) દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવને મળવા આવે છે

Makar Sankranti 2022 - સૂર્યદેવ (Surya Dev) ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં (Makar Rashi)પ્રવેશ કરે છે આ પ્રસંગને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે

Makar Sankranti 2022: મકર સંક્રાંતિનો તહેવાર 14 અને 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ (Surya Dev) ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં (Makar Rashi)પ્રવેશ કરશે. આ પ્રસંગને મકર સંક્રાંતિ (Makar Sankranti 2022) કહેવામાં આવે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. સૂર્યદેવ તેમના પુત્ર શનિદેવના ઘરે એક મહિના સુધી નિવાસ કરે છે. પછી કુંભ રાશિમાં જાય છે. એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના (Makar Sankranti) દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવને મળવા આવે છે. શનિદેવ અને સૂર્યદેવમાં બનતું નથી. એકવાર ક્રોધમાં આવીને સૂર્યદેવે શનિદેવ અને તેમની માતા છાયાનું ઘર બાળી નાખ્યું હતુ. જોકે, બાદમાં સૂર્યદેવે પણ શનિદેવ (Shani Dev) ને મકર સંક્રાંતિ સાથે જોડાયેલુ એક વરદાન આપ્યું હતું. ચાલો જાણીએ આ સાથે જોડાયેલી દંતકથા વિશે.

મકર સંક્રાંતિ: શનિદેવને મળ્યું વિશેષ વરદાન

શનિદેવનો રંગ કાળો છે. આ કારણે તેના પિતા સૂર્યદેવ તેમને પસંદ કરતા ન હતા. સૂર્યદેવે શનિદેવને તેમની માતા છાયાથી અલગ કર્યા હતા. તેનાથી દુઃખી થઈને છાયાએ સૂર્યદેવને રક્તપિત્તનો શ્રાપ આપ્યો. સૂર્યદેવ રક્તપિત્તથી પીડાતા હતા. ત્યારે સૂર્યદેવની બીજી પત્નીના પુત્ર યમરાજે પોતાની કઠોર તપસ્યાથી પિતા સૂર્યદેવને સાજા કર્યા.

આ પણ વાંચો - Makar Sankranti 2022: જાણો, મકરસંક્રાંતિએ તમારી રાશિ પર સૂર્યનો પ્રભાવ કેવો રહેશે

રક્તપિત્તમાંથી મુક્તિ મેળવ્યા બાદ સૂર્યદેવે ક્રોધિત થઈને શનિદેવ અને છાયાના ઘર કુંભને બાળી દીધો. આ કારણે છાયા અને શનિદેવ ખૂબ જ દુઃખી થઈ ગયા. બીજી તરફ યમરાજે સૂર્યદેવને છાયા અને શનિદેવ સાથે આવું વર્તન ન કરવાની સલાહ આપી. જ્યારે સૂર્યદેવનો ક્રોધ શમી ગયો તો એક દિવસ તેઓ પુત્ર શનિદેવ અને પત્ની છાયાના ઘરે ગયા.

સૂર્યદેવે જોયું કે શનિના ઘરમાં કંઈ બચ્યું નથી. બધું બળીને રાખ થઈ ગયું. શનિદેવના ઘરમાં માત્ર કાળા તલ જ બચ્યા હતા. તે કાળા તલથી જ શનિદેવે પિતા સૂર્યદેવનું સ્વાગત કર્યું હતું. આ જોઈને સૂર્ય ભગવાન પ્રસન્ન થયા અને શનિદેવને બીજું ઘર મકર રાશિ આપ્યું. શનિદેવને એવું વરદાન પણ આપ્યું કે જ્યારે તેઓ મકર સંક્રાંતિ પર મકર રાશિમાં તેમના ઘરે આવશે તો તેમનું ઘર ધન અને અનાજથી ભરાઈ જશે. જે વ્યક્તિ આ દિવસે કાળા તલ વડે સૂર્ય ભગવાનની પૂજા કરે છે, તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો - Makar Sankranti 2022: આ વર્ષે 14-15 જાન્યુઆરીની વચ્ચે ફસાઇ મકરસંક્રાંતિ, જાણો પૂજા વિધિ

મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્ય ભગવાન શનિદેવના ઘર મકર રાશિમાં પ્રવેશ્યા ત્યારે તેમનું આખું ઘર પૈસા અને અનાજથી ભરાઈ ગયું હતું. આ કારણે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે સૂર્યની પૂજા કાળા તલથી કરવામાં આવે છે અને કાળા તલ, તલના લાડુનું દાન કરવામાં આવે છે. કાળા તલથી પૂજા કરવાથી સૂર્ય અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને આને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
First published:

Tags: Makarsankranti, Uttarayan 2022

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन