Home /News /dharm-bhakti /

Makar Sankranti 2022: આ સંક્રાંતિએ થાય છે સૂર્ય અને શનિનું મિલન, આ ઉપાયથી ધન-ધાન્ય છલકાઈ જશે

Makar Sankranti 2022: આ સંક્રાંતિએ થાય છે સૂર્ય અને શનિનું મિલન, આ ઉપાયથી ધન-ધાન્ય છલકાઈ જશે

સૂર્ય-શનિનું મિલન

Astrology Tips: મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવની કાળા તલથી પૂજા કરવાથી તમારું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જશે. આ દિવસે તમારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

    મકરસંક્રાંતિના દિવસે (Makar Sankranti) સૂર્ય ઉત્તરાયણ થકી ઋતુ બદલે છે અને શિશિર ઋતુ શરૂ થાય છે. મકરસંક્રાંતિ દેવતાઓના દિવસની શરૂઆત કરે છે, જે અષાઢ મહિના સુધી ચાલે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ (Surya dev) નું મિલન પુત્ર શનિ દેવ (shani dev) સાથે થાય છે. સૂર્ય દેવ ધનમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિનો સ્વામી શનિ દેવ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિએ સૂર્ય દેવ પોતાના પુત્ર શનિ દેવને મળવા માટે તેમના ઘરે જાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરનારાઓ શનિ દોષથી છુટકારો મેળવે છે.

    એવું માનવામાં આવે છે કે, સૂર્યની તેજસ્વીતા સામે શનિ દેવનું તેજ ઓછું થઈ જાય છે. તેથી આ દિવસે શનિની અસર ઘટે છે. શનિ દેવ અને સૂર્ય દેવના મિલનની કથા પુરાણમાં વર્ણવવામાં આવી છે. ચાલો આપણે તે કથા અને સુખ સમૃદ્ધિ માટે શું કરવું તે અંગે જાણીએ.

    આ પણ વાંચો-Vastu Tips: ઘરનાં તમામ વાસ્તુ દોષોને દૂર કરશે હનુમાનજી, અપનાવો આ અચૂક ઉપાય

    શનિ અને સૂર્યના મિલનની કથા- પુરાણોમાં ઉલ્લેખ છે કે, સૂર્ય દેવે પુત્ર શનિ દેવની પ્રથમ મુલાકાત લીધી ત્યારે તેમને કાળા તલ ભેટ આપ્યા હતા. તેનાથી જ તેમની પૂજા કરી હતી. તેનાથી સૂર્યદેવ ખૂબ ખુશ થઈ ગયા. પરિણામે શનિ દેવને આશીર્વાદ આપ્યા કે મકર રાશિમાં જ્યારે તે તેમના ઘરે આવશે ત્યારે તેના ઘરમાં ધનથી ભરાઈ જશે. મકરસંક્રાંતિ નિમિત્તે જ્યારે શનિના ઘરે સૂર્યનું આગમન થયું ત્યારે તેનું ધન અને અનાજ ભરાઈ ગયું હતું.

    પૈસા અને ધાન્ય માટે મકર સંક્રાંતિએ કરો આટલું
    - મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ અને શનિ દેવની કાળા તલથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. આવું કરવાથી તમારા પર શનિદોષ ઘટશે, શનિનો દુષ્પ્રભાવ ઓછો થશે અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે.

    - મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવની કાળા તલથી પૂજા કરવાથી તમારું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જશે. આ દિવસે તમારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

    આ પણ વાંચો: Putrada Ekadashi 2022: જાણો, ક્યારે છે પુત્રદા એકાદશી, પૂજા મૂહુર્ત અને વિધિ

    - ત્યારબાદ તાંબાની લોટીમાં પાણી, કાળા તલ, અક્ષત, ફૂલો અને લાલ ચંદન ઉમેરો. પછી સૂર્ય મંત્રનો જાપ કરતા કરતા તે જળ સૂર્ય દેવને અર્પણ કરો. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થશે અને તમને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. તેની અમલવારી કરતા પહેલા નિષ્ણાંત તજજ્ઞોનો સંપર્ક કરો.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Makar sankranti 2022, Surya Shani Milan, Tips

    આગામી સમાચાર