Home /News /dharm-bhakti /

Makar Sankranti 2022: જાણો મકરસંક્રાંતિની ઉજવણી માટે શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજા વિધિ

Makar Sankranti 2022: જાણો મકરસંક્રાંતિની ઉજવણી માટે શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજા વિધિ

સૂર્ય દેવની પૂજા કર્યા પછી શનિ દેવને કાળા તલ અર્પણ કરો. આ દિવસે સૂર્ય અને શનિ દેવ બંને કાળા તલથી પૂજા કરવાથી ખુશ થાય છે (પ્રતિકાત્મક તસવીર)

makar sankranti 2022 shubh muhurt - આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે

Makar Sankranti 2022: આ વર્ષે મકરસંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. સ્થાન આધારીત પંચાગ અને પુણ્યકાળના કારણે આ યુતિ જોવા મળી છે. આવી સ્થિતિમાં તમે 14 જાન્યુઆરીને શુક્રવારે મકરસંક્રાંતિ (Makar Sankranti 2022) ઉજવી રહ્યા હોવ તો તમારે આવતીકાલ મુજબ શુભ મુહૂર્ત જોવાનું રહે છે. જો તમે શનિવારે એટલે કે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવી રહ્યા હોવ તો તે દિવસના આધારે શુભ મુહૂર્ત જોવાનું રહેશે. જેથી અહીં મકર સંક્રાંતિના દિવસે શુભ મુહૂર્ત (Shubh Muhurat), મંત્રો (Mantra) અને પૂજા વિધિ (Puja Vidhi) વિશે જાણકારી આપવામા આવી છે.

મકરસંક્રાંતિના મુહૂર્ત

14 જાન્યુઆરીનું મુહૂર્ત

મકરસંક્રાંતિનો સમય અથવા સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 02:43 કલાકે, મકરસંક્રાંતિ મહાપુણ્યકાળ બપોરે 02.43 થી સાંજે 05.45 જ્યારે મકરસંક્રાંતિ મહાપુણ્યકાળ સાંજે 02.43 થી 04.28 સુધી રહેશે.

પૂજાનો સમય

ધાર્મિક માન્યતા મુજબ સંક્રાંતિનો પુણ્ય કાળ 6 કલાક પહેલાથી લઈ 6 કલાક બાદ માન્ય છે. જેથી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર તમે સવારે 08.43 વાગ્યા પછી સૂર્ય દેવની પૂજા શરૂ કરી શકો છો. આ દિવસે શુક્લ યોગ રાત્રે 01.36 વાગ્યા સુધી છે અને તે પછી બ્રહ્મ યોગ શરૂ થશે. આ દિવસનું શુભ મુહૂર્ત બપોરે 9 થી 12.51 સુધી છે.

આ પણ વાંચો - Makar Sankranti 2022: સૂર્ય દેવે કેમ બાળ્યુ શનિ દેવનું ઘર? જાણો મકર સંક્રાંતિ સાથે જોડાયેલી ઘટના

15 જાન્યુઆરીનું મુહૂર્ત

મકર સંક્રાંતિનો સમય અથવા સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ 08:49 વાગ્યાથી

મકર સંક્રાંતિની પુણ્યતિથિ: 15 જાન્યુઆરી શનિવારે રાત્રે 12.49 વાગ્યા સુધી

પૂજા મુહૂર્ત: સૂર્યોદયથી શરૂ કરીને. જ્યારે 15 જાન્યુઆરીએ બ્રહ્મ યોગ સાંજે 02.34 વાગ્યા સુધી છે. ત્યારબાદ ઇન્દ્ર યોગ આવી જશે. માંગલિક પ્રવૃત્તિઓ માટે બ્રહ્મ યોગને શુભ માનવામાં આવે છે. આ દિવસે રવિ યોગરાત્રે 11.21 વાગ્યે શરૂ થાય છે. આ દિવસનું શુભ મુહૂર્ત બપોરે 12.10 થી 12.52 સુધી છે.

મકર સંક્રાંતિ પૂજા મંત્ર

મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે ॐ सूर्याय नम:, ॐ ह्रीं ह्रीं सूर्याय नमः, ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर: મંત્રનો જાપ કરી શકો છો. આ ત્રણેય મંત્રોમાંથી જેનું ઉચ્ચારણ સરળ લાગે તેનો ઉપયોગ કરો.

મકર સંક્રાંતિની પૂજા વિધિ

1. મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં સ્નાન કરો. સ્નાનના પાણીમાં કાળા તલ, થોડો ગોળ અને ગંગાજળ ઉમેરો.
2. પછી સ્વચ્છ કપડાં પહેરો. તાંબાની લોટીમાં પાણી ભરો.
3. હવે તેમાં કાળા તલ, ગોળ, લાલ ચંદન, લાલ ફૂલ, અક્ષત વગેરે ઉમેરો.
4. પછી સૂર્યદેવને યાદ કરી તેમના મંત્રનો જાપ કરો.
5. પછી સૂર્યદેવને તે પાણી અર્પણ કરો
6. સૂર્યદેવ સમક્ષ તંદુરસ્ત જીવનની અને ધન્ય ધાન્યથી ભરપૂર ઘરની મનોકામના કરો
7. સૂર્ય દેવની પૂજા કર્યા પછી શનિ દેવને કાળા તલ અર્પણ કરો. આ દિવસે સૂર્ય અને શનિ દેવ બંને કાળા તલથી પૂજા કરવાથી ખુશ થાય છે.
8. 15 જાન્યુઆરીએ શનિવાર છે. જેથી આ દિવસે મકર સંક્રાંતિ ઉજવનાર લોકોએ શનિ દેવની પૂજા કરવી જ જોઇએ

(Disclaimer: આ લેખમાં માહિતી અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
Published by:Ashish Goyal
First published:

Tags: Makar sankranti 2022, Uttarayan 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन