Home /News /dharm-bhakti /

Makar Sankranti 2022: શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિ, જાણો તેના અલગ-અલગ નામ

Makar Sankranti 2022: શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિ, જાણો તેના અલગ-અલગ નામ

મકર સંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

Makar Sankranti festival 2022 : મકર સંક્રાંતિના દિવસે નદીઓમાં સ્નાન કરી કાળા તલ, તલના લાડુ, ચોખા, શાકભાજી, કઠોળ, હળદર, ફળ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાની પરંપરા છે

સૂર્ય (Sun)ની મકર (Capricorn)માં પ્રવેશની ઘટનાને મકર સંક્રાંતિ કહેવામાં (Makar Sankranti 2022) આવે છે. સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે, ત્યારે મકરસંક્રાંતિની (Makar Sankranti)ઉજવણી કરવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર હંમેશા 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સૂર્ય એક વર્ષમાં અનુક્રમે 12 રાશિમાં ગોચર કરે છે. તે જે રાશિમાં પ્રવેશ કરે, તેની સંક્રાંતિ થાય છે. ત્યારે આગામી 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી તે સૂર્યની મકરસંક્રાંતિ છે. જો કે, આ વર્ષે મકર સંક્રાંતિનું સ્નાન (makar sankranti festival)અને દાન 15 જાન્યુઆરીએ થશે.

મકરસંક્રાંતિના દિવસે નદીઓમાં સ્નાન કરી કાળા તલ, તલના લાડુ, ચોખા, શાકભાજી, કઠોળ, હળદર, ફળ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાની પરંપરા છે. દેશમાં અલગ અલગ સ્થળોએ આ તહેવાર વિવિધ નામે ઉજવાય છે. ત્યારે ચાલો મકર સંક્રાંતિના તહેવાર અને દેશભરમાં તેના સમાન તહેવારો અંગે જાણીએ.

મકર સંક્રાંતિના વિવિધ નામ અને તેના જેવા તહેવારો

1. મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ખીચડી બનાવવામાં આવે છે. આ કારણે તેનું એક નામ ખીચડી પણ છે. મકર સંક્રાંતિના રોજ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ખીચડી અર્પણ કરવાની પરંપરા છે. પ્રયાગરાજમાં આ દિવસથી જ માઘ મેળો યોજાય છે. મકર સંક્રાંતિને માઘી તરીકે પણ ઓળખવામાં આવે છે

2. પશ્ચિમ બંગાળમાં મકર સંક્રાંતિને પૌષ સંક્રાંતિ કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં પૌષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને પૌષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા પછી દાન કરવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાસાગરમાં વર્ષમાં એક વખત સ્નાન કરવામાં આવે છે. દેશભરમાંથી લોકો અહીં સ્નાન કરવા આવે છે.

આ પણ વાંચો - Makar Sankranti 2022: મકરસંક્રાતિ પર કરો આ કામ, આ કાર્યો કરવાથી બચો

3. મકર સંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અહીં પતંગોત્સવ થાય છે. જેમાં જોડાવા માટે દુનિયાભરના લોકો આવે છે. ઉત્તરાયણના દિવસે સ્નાન બાદ ઉપવાસ કરવાની પ્રથા છે.

4. કર્ણાટકમાં મકર સંક્રાંતિને મકર સંક્રમણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાની પરંપરા છે. સૂર્ય જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સંક્રમણ કાળ ગણાય છે. તે અન્ય રાશિ જોડાય તેને સંક્રમણ કહેવામાં આવે છે. સૂર્ય 14 જાન્યુઆરી અથવા 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રમણ કહેવામાં આવે છે.

5. અસમમાં મકર સંક્રાંતિના દિવસને બિહુ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પાકનો ઉત્સવ ઉજવે છે અને વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

6. મકરસંક્રાંતિની જેમ જ તમિલનાડુમાં પોંગલ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવ ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે.

7. પંજાબ, દિલ્હી અને હરિયાણા સહિત અન્ય કેટલાક સ્થળોએ મકર સંક્રાંતિના એક દિવસ પહેલા લોહરી ઉજવવામાં આવે છે. નવા પાકની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
First published:

Tags: Makar sankranti 2022, ઉત્તરાયણ

આગામી સમાચાર