મકર સંક્રાંતિ પર બનશે 2 શુભ યોગ, જાણો તમારી રાશિ પરનો શુભ-અશુભ પ્રભાવ

News18 Gujarati
Updated: January 13, 2020, 3:11 PM IST
મકર સંક્રાંતિ પર બનશે 2 શુભ યોગ, જાણો તમારી રાશિ પરનો શુભ-અશુભ પ્રભાવ
પ્રતિકાત્મક તસવીર

મકર સંક્રાતિ પર આ વર્ષે સૂર્ય અને બુધ એક સાથે આવવાનાં છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક :  આ વર્ષે 14 જાન્યુઆરી મંગળવારે સૂર્ય ઉત્તરાયણ થશે અને 15 જાન્યુઆરીનાં રોજ મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવશે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે ઉત્તરાયણનું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 14 જાન્યુઆરીની રાત્રીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનાં મકર રાશિમાં પ્રવેશ કરવાને કારણે મકર સંક્રાતિ કહેવાશે. મકર સંક્રાતિ પર આ વર્ષે સૂર્ય અને બુધ એક સાથે આવવાનાં છે. જેના કારણે બુધાદિત્ય યોગ રચાશે. તો આજે જાણીએ આ વિશેષ યોગનો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે.

મેષ રાશિ
મેષ રાશિનાં જાતકો માટે આ યોગ ખુબ જ શુભ સાબિત થશે. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ મજબુત થશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો આ ખાસ યોગથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશે.

મિથુન રાશિમિથુન રાશિનાં જાતકો માટે આ યોગ ખુબજ ખાસ રહેશે. કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ યોગ ખુબજ નુકસાનકારક છે. આર્થિક નુકસાનની સંભાવના છે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ યોગ શુભ પરિણામ આપશે. તમને સારા સમાચાર મળશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ યોગ સામાન્ય રહેશે. આત્મસંતોષની અનુભૂતિ થશે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ ઘણો લાભ લઈને આવશે. ધન લાભ થઈ શકશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ માટે આ યોગ અશુભ છે. ઝઘડા અને વિવાદની શક્યતા છે. જેનાથી તમે પરેશાન થઇ શકો છો.

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આ યોગ શુભ રહેશે. જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યોગ શુભ સંકેત આપે છે. યશમાં વધારો થશે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના સન્માનમાં વૃદ્ધિ થશે. આ યોગ કુંભ રાશિનાં જાતકો માટે શુભ રહેનારો છે.

મીન રાશિ
મીન રાશિના જાતકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે. કોઈ વાતને લઈને તમને ડર સતાવશે.

આ પણ વાંચો : હથેળીની આ રેખાઓ જણાવશે તમારા જીવનમાં રાજયોગ છે કે નહીં?
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर