Home /News /dharm-bhakti /Trigrahi Yog: મકર રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ, સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત
Trigrahi Yog: મકર રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ, સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત
મકર રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ
Makar Rashi Trigrahi Yog: મકર સંક્રાંતિ પર 30 વર્ષ પછી એક જ રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. જે તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થશે.
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ એક રાશિમાં ઘણા ગ્રહોની યુતિ કેટલીક રાશિઓ માટે લાભકારી માનવામાં આવે છે અને કેટલીક રાશિઓ માટે અશુભ માનવામાં આવે છે. વર્ષ 2023ના પહેલા મહિનામાં મકર રાશિમાં શનિ, શુક્ર તેમજ સૂર્યની યુતિ બનવાની છે. વર્તમાનમાં શુક્ર અને શનિ મકર રાશિમાં વિરાજમાન છે. સૂર્ય 14 જાન્યુઆરીએ ધન રાશિમાં ગોચર કરશે. જેનાથી મકર રાશિમાં સૂર્ય, શનિ અને શુક્રની યુતિ બનશે. જાણો મકર રાશિમાં ત્રણ મોટા ગ્રહોની યુતિ કઈ રાશિના જાતકોની બંધ કિસ્મતના તાળા ખોલશે.
કન્યા - મકરસંક્રાંતિના કારણે કન્યા રાશિના લોકો માટે ભાગ્યના તાળા ખુલી શકે છે. કન્યા રાશિના પાંચમા ઘરમાં ત્રિગ્રહી યોગ બનશે. કુંડળીમાં સંતાન, પ્રેમ લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે પાંચમું ઘર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
તુલા - તુલા રાશિના જાતકોને મકર રાશિમાં બનેલા ત્રિગ્રહી યોગથી અપાર સફળતા મળવાની સંભાવના છે. જમીન-મકાન સંબંધિત બાબતોમાં સારા સમાચાર મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. વાહન, જમીન અને મકાન ખરીદી શકો છો. નોકરીયાત લોકોને નવી નોકરીની તક મળી શકે છે. વેપારીઓને ફાયદો થશે.
ધન: ધન રાશિના જાતકો માટે મકર રાશિમાં સૂર્ય, શનિ તેમજ શુક્ર ગ્રહની યુતિ કોઈ વરદાનથી ઓછી નથી. આ દરમિયાન તમારું ભાગ્યોદય થઇ શકે છે. કાર્યોમાં આવનારી સમસ્યા ખતમ થઇ જશે. વેપારીઓના વેપારને ગતિ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર