મહાશિવરાત્રીએ આવી રીતે કરો ભોલેનાથને પ્રસન્ન, જાણો વ્રત અને પૂજાના શુભ મુહૂર્ત

News18 Gujarati
Updated: February 21, 2020, 8:12 AM IST
મહાશિવરાત્રીએ આવી રીતે કરો ભોલેનાથને પ્રસન્ન, જાણો વ્રત અને પૂજાના શુભ મુહૂર્ત
Maha Shivratri 2020: મહાશિવરાત્રીએ ભોલે શંકરને પ્રસન્ન કરવાના ઉપાય જાણો

Maha Shivratri 2020: મહાશિવરાત્રીએ ભોલે શંકરને પ્રસન્ન કરવાના ઉપાય જાણો

  • Share this:
મહાશિવરાત્રી (Maha Shivratri) : ભગવાન શિવને દયાની મૂર્તિ પણ કહેવામાં આવે છે. પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શિવ હંમેશા તત્પર રહે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના મોટાભાગના અનુયાયી ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવને સાંસારિક લોકો ઉપરાંત આધ્યાત્મિક પથ પર ચાલનારા લોકો પણ પોતાના પૂજ્ય માને છે. સોમવારે ભગવાન શિવનો દિવસ ઉજવવામાં આવે છે તેથી લોકો દ્વારા આ દિવસે ભગવાન શિવના વ્રત રાખવામાં આવે છે. પરંતુ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ મહાશિવરાત્રી માનવામાં આવે છે.

આજે મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા-આરાધન પણ કરવામાં આવશે છે. મહાશિવરાત્રીના શુભ મુહૂર્તની જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે...

નિશીથ કાળ પૂજા મુહૂર્ત :

24:09:17થી
24:59:51 સુધી

મહાશિવરાત્રી પારણા મુહૂર્ત06:54:45 થી
15:26:25 સુધી

22 ફેબ્રુઆરીના દિવસે અવધી
0 કલાક 50 મિનિટ

મહાશિવરાત્રી : વ્રત તથા પૂજા વિધિ

1. આમ તો ભગવાન શિવ પોતાના ભક્તોના એક સાચા પોકારથી જ પ્રસન્ન થઈ જાય છે પરંતુ મહાશિવરાત્રીએ શિવ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપને નીચે આપવામાં આવેલી પૂજા વિધિને અપનાવવી જોઈએ.
2. હિન્દુ ધર્મમાં કરવામાં આવતા અન્ય વ્રતોની જેમ જ આ દિવસે પણ સવારે જલ્દી ઉઠવું જોઈએ. સ્નાન ધ્યાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ.
3. સમગ્ર દિવસના વ્રતમાં માત્ર દૂધ અને ફળનું સેવન કરો.
4. સવારના સમયે પૂજા બાદ ॐ નમ: શિવાય મંત્રનો 108 વાર જાપ કરો.
5. સમગ્ર દિવસ કોઈના પ્રત્યે પણ ખરાબ વિચાર ન રાખો અને ન તો ખોટું બોલો.
6. સાંજના સમયે પૂજા દરમિયાન મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો.
7. મહા મૃત્યુંજય મંત્રના જાપ બાદ શિવજીની આરતી કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો.
8. શિવરાત્રીએ જાગરણ કરવાને પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેથી જાગરણ કરી શકતા હોય તો ચોક્કસ કરો.
9. આ દિવસે આપને શિવલિંગ પર દૂધ પણ અર્પિત કરવું જોઈએ.
10. આ દિવસે વ્રત રાખો છો તો દિવસમાં સૂઈ જાઓ.

(સાભાર- AstroSage.com)

આ પણ વાંચો, મહાશિવરાત્રિ પર આ વખતે દુર્લભ યોગ, આ વિશેષ વિધિથી કરો ભગવાન શિવની પૂજા
First published: February 21, 2020, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading