Home /News /dharm-bhakti /MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર આ રીતે કરો શિવની પૂજા, કુબેર ભગવાન વરસાવશે ધન
MahaShivratri 2023: મહાશિવરાત્રિ પર આ રીતે કરો શિવની પૂજા, કુબેર ભગવાન વરસાવશે ધન
મહાશિવરાત્રિની પૂજા વિધી
MahaShivratri 2023: આ વર્ષના પંચાંગ મુજબ 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ મનાવવામાં આવશે. આ દિવસે રાતે 8 વાગીને 2 મિનિટે મહાશિવરાત્રિની શરુઆત થશે, જ્યારે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગીને 18 મિનિટે સમાપ્ત થશે. Worshiping this method will bring wealth
ધર્મ ભક્તિ: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રિ હોય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ 18 ફેબ્રુઆરીના રોજ આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. આ દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફળદાયી અને પુણ્યકારી હોય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી કરવાથી કુબેર દેવતા ખુબ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો અંગે.
શિવ પૂજાથી પ્રસન્ન થશે કુબેર દેવ
સંહારના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે. એ જ રીતે દેવતાઓમાં કુબેરને સંપત્તિના રાજા માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે. મહાશિવરાત્રી પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ કૃપાળુ થાય છે.
આ પદ્ધતિથી પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થશે
-મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરો.
-ભગવાન શિવના મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘીનો ચારમુખી દીવો પ્રગટાવો અને પછી ઓમ શ્રી, ઓમ હ્રી શ્રી, ઓમ હ્રી શ્રી ક્લીમ વિત્તેશ્વરાય: નમઃ મંત્રનો 1008 વાર જાપ કરો.
મહાશિવરાત્રિ - મહા એટલે મહાન, શિવરાત્રિ એટલે શિવની રાત્રિ. એટલે કે શિવની મહાન રાત્રિ. મહાશિવરાત્રિની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે, કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ સાચા મનથી શંભુની પૂજા કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. સૂતેલું નસીબ જાગે છે. વાસ્તુદોષની અશુભ અસરો સમાપ્ત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર