Home /News /dharm-bhakti /Maha Shivratri 2023: જો..જો..હોં..શિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ કલરના કપડા પહેરીને પૂજા ના કરતા, કારણકે..

Maha Shivratri 2023: જો..જો..હોં..શિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ કલરના કપડા પહેરીને પૂજા ના કરતા, કારણકે..

ડાર્ક કલરના કપડા ના પહેરો.

Mahashivratri 2023: 18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રી છે ત્યારે અનેક લોકો જાતજાતની તૈયારીઓ કરવા લાગ્યા છે. આ તહેવારનું અનેરું મહત્વ રહેલું છે. આ તહેવારોમાં ખાસ કરીને કયા કલરના કપડા પહેરીને પૂજા કરો છો એ પણ મહત્વતા ધરાવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં દેશમાં અનેક તહેવારોનું અનોખું મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં એક પછી એક તહેવારો આવતા જ રહે છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ સાથે જ તહેવારની મજા માણવાનું કંઇક અલગ જ એન્જોયમેન્ટ હોય છે. આમ વાત કરવામાં આવે તો 18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો તહેવાર છે, જેનું અનેક ઘણું મહત્વ રહેલું છે. શિવરાત્રિનો દિવસ જેમ-જેમ નજીક આવે એમ લોકો અનેક ઘણી તૈયારીઓ કરી લેતા હોય છે. આ દિવસે ઠંડાઇ પીવાનું મહત્વ કંઇક અલગ જ રહેલું છે.

આ પણ વાંચો:મહાશિવરાત્રીથી આ રાશિઓને થશે ફાયદો

આ શુભ તિથિએ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા. આ સાથે એવું પણ મનાય છે કે આ દિવસે ભગવાન શિવ તાંડવ કરે છે. આ પવિત્ર રાત્રીનું પણ અનેક ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે અનેક લોકો ઉપવાસ કરતા હોય છે.

આ શુભ શિવરાત્રીના દિવસે અનેક નાની-નાની વાતોનું પાલન કરવુ ખૂબ જરૂરી છે. અનેક ભક્તો આ દિવસે કંઇક ખાસ રીતે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આ દિવસે આ કલરના કપડા પહેરવાનું ટાળવુ જોઇએ? આ દિવસે મોટાભાગના ભક્તો લીલા, પીળા, લાલ, નારંગી, સફેદ, ગુલાબી તેમજ બીજા લાઇટ કલરના કપડા પહેરતા હોય છે. પરંતુ ભક્તો ઘણી વાર ઘાટા રંગો એટલે કે ડાર્ક કલરના કપડા જેમાં ખાસ કરીને કાળા રંગને પહેરવાની ના પાડતા હોય છે.

આ પણ વાંચો:મહાશિવરાત્રિ વ્રત દરમિયાન ના કરો આ વસ્તુઓનું સેવન

હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર કાળો રંગ શોક, નકારાત્મક ઉર્જા અને અંધકાર સાથે સંકળાયેલ છે. આ માટે શુભ પ્રસંગો પર કાળા કલરના કપડા પહેરવામાં આવતા નથી. આ શુભ તહેવારે એવા કલરના કપડા પહેરો જે તમને શાંતિ, સુખ, વિશ્વાસ, આશા અને શાંતિને પ્રતિબિંબિત કરે. માનવામાં આવે છે કે ડાર્ક કલરના કપડા પહેરવાથી નાણાંકીય તકલીફ થાય છે અને સાથે ઘરમાં પણ અનેક તકલીફો પડવા લાગે છે અને સાથે અપશુકન પણ થઇ શકે છે.



આમ, જો તમે પણ શિવરાત્રિના દિવસે કાળા કલરના તેમજ ડાર્ક કલરના કપડા પહેરો છો તો તમારે બંધ કરી દેવા જોઇએ. શિવરાત્રિના દિવસનું મહત્વ ખૂબ રહેલું હોય છે. આ દિવસે અનેક લોકો ભગવાન શિવને દૂધ ચઢાવીને પૂજા અર્ચના કરતા હોય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life Style News, Mahashivratri, ધર્મભક્તિ