Home /News /dharm-bhakti /Mahashivratri 2023: મહાશિવરાત્રિ પહેલા મળે આવા સંકેત તો સમજી લો ભાગ્ય ઊઘડી ગયું

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પહેલા મળે આવા સંકેત તો સમજી લો ભાગ્ય ઊઘડી ગયું

મહાશિવરાત્રિ 2023

MahaShivratri 2023: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે છે. મહાશિવરાત્રી પહેલા સપનામાં કેટલીક ખાસ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું થવાથી મહાદેવ જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે.

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: મહાશિવરાત્રિ આગામી 18 ફેબ્રુઆરીના રોજ છે. મહાશિવરાત્રી પહેલા સપનામાં કેટલીક ખાસ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું થવાથી મહાદેવ જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે.

    સપનમાં શિવલિંગનો દૂધથી અભિષેક જોવા મળે તો?

    સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે મહાશિવરાત્રિના થોડા દિવસ પહેલા સપનામાં શિવલિંગનો દૂધથી અભિષેક કરતા જુઓ તો સમજી લો કે ભગવાન શિવ તમારી બધી મુશ્કેલીઓને દૂર કરો દેશે અને જીવન આનંદથી ભરેલું રહેશે.

    બીલીપત્ર જોવા ખૂબ જ શુભ

    મહાશિવરાત્રિ પહેલા સપનામાં બીલીપત્ર કે તેના વૃક્ષ દેખાય તો પણ સારા સંકેત ગણાય છે. તેનો મતલબ છે કે, શિવજી તમારા પર મહેરબાન રહેશે અને ધન સંબંધી દરેક સમસ્યાનું નિવારણ થશે.

    રુદ્રાક્ષ જોવાથી દુઃખ, રોગ, દોષ દૂર થશે

    રુદ્રાક્ષને શિવનું રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પહેલા જો સપનામાં રુદ્રાક્ષની માળા કે રૂદ્રાક્ષનો મણકો જોવા મળે તો તેને શિવના આશીર્વાદ માનવામાં આવે છે. એટલે કે ભોલેનાથની કૃપાથી તમારા દુઃખ, રોગ, દોષ દૂર થશે અને બગડેલાનો પણ નિકાલ થશે.

    આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ

    કાળા શિવલિંગ દેખાય તો નોકરીની તક મળે

    સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જે લોકો મહાશિવરાત્રિ પહેલાં સ્વપ્નમાં કાળા શિવલિંગને જુએ તો તેને નોકરીમાં પ્રગતિનો સંકેત માનવામાં આવે છે. આ સપનું એ પણ બતાવે છે કે નોકરીની શોધમાં રહેનારા લોકોને નવી તકો મળશે. માત્ર ધૈર્ય અને પ્રામાણિકતાથી તમારું કાર્ય કરતા રહેવું.

    શંકર-પાર્વતીને સ્વપ્નમાં દેખાય તો લગ્નના અવરોધો દૂર થાય

    જો તમે શંકર-પાર્વતીને સ્વપ્નમાં સાથે બેઠેલા જુઓ તો તે વિવાહિત જીવનમાં સુખના આગમનનો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ છે કે લગ્નના બધા અવરોધો દૂર થશે અને ઇચ્છિત જીવનસાથી મળશે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રી પહેલા સપનામાં નાગ દેવતા જોવા મળે તો ધન લાભનો સંકેત માનવામાં આવે છે.

    આ પણ વાંચો: મહાશિવરાત્રી પર બની રહ્યો છો અદ્ભૂત સંયોગ, સૂર્ય અને શનીદેવની યુતિથી આ લોકોની કિસ્મત બદલાશે



    અહીં ઉલ્લેખનીય છે કે, હિંદુ ધર્મમાં દરેક તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. મહાશિવરાત્રિનો શુભ દિવસ મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે
    First published:

    Tags: Dharm Bhakti, Mahashivratri