Home /News /dharm-bhakti /Mahashivratri 2023 Date : ક્યારે છે મહાશિવરાત્રી; જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

Mahashivratri 2023 Date : ક્યારે છે મહાશિવરાત્રી; જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા.

Mahashivratri 2023 Kab hai: મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનો પર્વ છે. ભારતીય પંચાંગ અનુસાર, ફાગણ માસમાં આવતી માસિક શિવરાત્રીને મહા શિવરાત્રી રૂપે ઉજવવામાં આવે છે.

Mahashivratri 2023 Date and Shubh Muhurat: દર મહિને આવતી શિવરાત્રી ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર માસિક શિવરાત્રી આવે છે. એક વર્ષમાં કુલ 12 માસિક શિવરાત્રિ હોય છે. જેમાં ફાગણ માસની શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયુ હતુ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા.

આ પણ વાંચો :  ડિસેમ્બરના અંતમાં 2 ગ્રહ ચાલ બદલીને મચાવશે હલચલ, આ રાશિના જાતકો થશે સૌથી વધુ પ્રભાવિત

મહાશિવરાત્રીનું મહત્વ-


એવી માન્યતા છે કે આ દિવસે મહાદેવની વિધિવત પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કષ્ચો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

મહાશિવરાત્રી 2023 ક્યારે છે?


ફાગણ મહિનામાં મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે છે.

આ પણ વાંચો :  Surya Gochar 2023 : 14 જાન્યુઆરીથી આ રાશિના જાતકોના આવશે 'અચ્છે દિન', મકર સંક્રાંતિથી બદલાશે ભાગ્ય

મહાશિવરાત્રી વ્રતની પૂજા વિધિ-


1. માટી કે તાંબાના લોટામાં જળ અથવા દૂધ ભરીને બિલીપત્ર, આક-ધતુરાના ફૂલ, ચોખા વગેરે નાંખીને શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ.
2. મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણ અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવ ઓમ નમઃના પંચાક્ષરના મંત્ર ઓમ નમ: શિવાયનો પાઠ કરવો. આ સાથે મહાશિવરાત્રીના દિવસે રાત્રી જાગરણનું પણ વિધાન છે.
3. શાસ્ત્રો અનુસાર નિશીલ કાળમાં મહાશિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે.


મહાશિવરાત્રી 2023 શુભ મુહૂર્ત-


વર્ષ 2023 માં, ફાગણ મહિનાની ત્રયોદશી 17 ફેબ્રુઆરીએ રાત્રે 08:02 વાગ્યે શરૂ થશે અને 18 ફેબ્રુઆરીએ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રી વ્રતનું શુભ મુહૂર્ત 19 ફેબ્રુઆરીના રોજ સવારે 06.57 થી બપોરે 03.33 સુધીનો રહેશે.
First published:

Tags: Lord Shiv Puja, Mahashivratri, Masik Shivratri, Shivratri