Home /News /dharm-bhakti /Mahashivratri 2023 : મહાશિવરાત્રિ પર બની રહ્યો એક દુર્લભ યોગ, આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત

Mahashivratri 2023 : મહાશિવરાત્રિ પર બની રહ્યો એક દુર્લભ યોગ, આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત

મહાશિવરાત્રિ 2023

Mahashivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિ પર ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. ચાલો જાણીએ કે કઈ છે તે ત્રણ રાશિઓ. Mahashivratri will brighten the fortunes of the natives of this zodiac sign

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં ભગવાન ભોલેનાથના અસંખ્ય ભક્તો છે. 18 ફેબ્રુઆરી 2023ના રોજ મહાશિવરાત્રિનો પર્વ છે. આ દિવસે ભોલેનાથના ભક્ત પોતાના આરાધ્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વ્રત અને પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રિ પર માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થયા હતા. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રિ પર એક દુર્લભ યોગ બની રહ્યો છે, જેનો 3 રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. આઓ જાણીએ છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે કે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

ક્યારે છે મહાશિવરાત્રિ?

તારીખ મુજબ, 18 ફેબ્રુઆરી 2023ના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મમાં માનનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ વિશેષ છે. આ દિવસે ખાસ સંયોગ બની રહ્યા છે, જેની શુભ અસર 3 રાશિઓ પર જોવા મળશે.

મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પર મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. જે લોકોની રાશિ મેષ છે તેમને આવકના નવા સ્ત્રોત મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

આ પણ વાંચો: મહાશિવરાત્રિ પહેલા મળે આવા સંકેત તો સમજી લો ભાગ્ય ઊઘડી ગયું

કર્ક

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રિ એ લોકો માટે સૌભાગ્ય લઈને આવી છે જેમની રાશિ કર્ક છે. કર્ક રાશિના લોકોને સફળતા મળશે. વેપારમાં લાભ થશે, નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

ધન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ ધન છે તેમના માટે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ રહેશે. ધન રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે, નવી નોકરી મળવાની શક્યતાઓ બની રહી છે. ધન લાભ થઈ શકે છે, વેપાર વધી શકે છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર ભોલેનાથને રુદ્રાભિષેક કરતી સમયે ન કરતા આ ભૂલ, જાણો યોગ્ય પૂજા વિધિ



રૂદ્રાભિષેક કરો

મહાશિવરાત્રી પર શિવલિંગનો રૂદ્રાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તમામ જાતકોએ પંડિતજીને બોલાવીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરાવવો જોઈએ. તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
First published:

Tags: Dharm Bhakti, Mahashivratri

विज्ञापन