Home /News /dharm-bhakti /

Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર બને છે ખાસ શુભ સંયોગ, જાણો પૂજા, વિધિ અને મુહૂર્તનો સમય

Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર બને છે ખાસ શુભ સંયોગ, જાણો પૂજા, વિધિ અને મુહૂર્તનો સમય

મહાશિવરાત્રિ 2022નાં બને છે ખાસ શુભયોગ

Mahashivratri 2022 Shubh Yog: મહાશિવરાત્રિનાં દિવસે ભગવાન શિવની પૂજા-આરાધના કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભોળેનાથની સાચ્ચા મનથી પૂચા ઉપાસના કરવાંથી ભક્તોનાં તમામ કષ્ટ દૂર થઇ જાય છે. આ વર્ષે બનવા જઇ રહ્યો છે શુભ સંયોગ તો જાણી લો તેનું મુહૂર્ત અને પૂજા વિધિ

વધુ જુઓ ...
  Mahashivratri 2022 Shubh Yog: શિવજીની આરાધના ઇચ્છા શક્તિને મજબૂત કરે છે. ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિમાં ચન્દ્રમા સૂર્યની સમીપ રહે છે. આજનો દિવસ દેવાધિદેવ મહાદેવને પૂજનનો સૌથી મહત્વપૂર્ણ પર્વ મહાશિવરાત્રિ તમનાં દિવ્ય અવતરણનો મંગળ સૂચક છે. જ્યોતિષાચાર્ય ડો. વિનોદ જણાવે છે કે, આ વ્રતને અર્ધરાત્રિવ્યાપિની ચતુર્દશી તિથિમાં કરવું જોઇએ. સુખદ સંયોગ છે કે, વસ્તુત: આ વર્ષે અર્ધારાત્રિવ્યાપિની ગ્રાહ્ય થવાથી એક માર્ચ મંગળવારથી જ મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવશે.

  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ફાગ્લુન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિમાં ચન્દ્રમાં સૂર્યની સમીપ રહે છે. આ સમયે ચન્દ્રમાનો સૂર્ય સાથે યોગ મિલન હોય છે. જ્યોતિષ અનુસાર ચતુર્દશી તિથિને ચંદ્રમા તેમની કમજોર સ્થિતિમાં આવી જાય છે. ચન્દ્રમાને શિવજીનાં મસ્તક પર ધારણ કરે છ. અત: શિવજીનાં પૂજનથી વ્યક્તિનો ચંદ્ર સબળ થાય છે. જે મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. એ કહેવામાં કંઇ ખોટું નથી કે, શિવની આરાધના ઇચ્છા શક્તિ મજબૂત કરે છે અને અન્ત:કરણમં અદમ્ય સાહસ અને દ્રઢતાનો સંચાર કરે છે.

  ચારેય પ્રહરની પૂજા અને મુહૂર્ત (Mahashivratri char pahar ni puja)
  મહાશિવરાત્રિ પર ભગવાન શિવની ચાર પ્રહરની પૂજાનું વિધાન છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે શિવજીની ચારેય પ્રહરમાં પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિ પર પહેલાં પ્રહરની પૂજા મંગળવારે સાંજે 6.21થી 9.27 સુધી થશે. પછી રાત્રે 9.27થી 12.33 સુધી બીજા પ્રહરની પૂજા થશે. જે બાદ બુધવારે રાત્રે 12.33થી 3.39 સુધી ત્રીજા પ્રહરની પૂજા થશે. અંતમાં રાત્રે 3.39થી સવારે 6.45 સુધી ચોથા પ્રહરનું પૂજન થશે.

  આ પણ વાંચો-Shivratri 2022 Special: એક એવું મહાદેવ મંદિર કે જયાં 600 વર્ષ જૂનું ઘી છે, જે ક્યારેય બગડ્યું નથી

  મહાશિવરાત્રિ શુભ સંયોગ (Mahashivrati 2022 Shubh Yog)
  આજે ઘનિષ્ઠા નક્ષત્રમાં પરિધ યોગ બની રહ્યો છે. ધનિષ્ઠા બાદ શતભિષા નક્ષત્ર રહેશે. પરિધ બાદ શિવ યોગ રહેશે. સૂર્ય અને ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. તેથી આ ચતુર્દશીનાં શિવપૂજા કરવાથી ભક્તોને અભીષ્ટતમ ફળની પ્રાપ્તિ થશે. આ મહાશિવરાત્રિનું વ્રત 'વ્રતરાજ'નાં નામથી પ્રખ્યાત છે. શાસ્ત્રોક્ત વિધિથી જો આ દિવસે ઉપવાસ અને મહારુદ્રાભિષેક કરવામાં આવે તો, શિવ સાયુજ્યની પ્રાપ્તિ થશે.

  મહાશિવરાત્રિ શુભ મુહૂર્ત (Mahashivratri 2022 Shubh Muhurat)
  મહાશિવરાત્રિ મંગળવાર, માર્ચ 1 2022
  નિશિતા કાલ પૂજા સમય- 12:08 Am થી 12:58 Am, 02 માર્ચ
  શિવરાત્રિ પારણ સમય- 06:45 Am, માર્ચ 02

  મહાશિવરાત્રિ પૂજા વિધિ (Mahashivratri Puja Vidhi)
  મહાશિવરાત્રિની વિધિ-વિધાનથી વશેષ પૂજા રાત્રિ કાળમાં થાય છે. જોકે ભક્તો ચારેય પ્રહરમાંથી તેમની સુવિધાઅનુસાર આ પૂજન કરી શકે છે. સાથે જ મહાશિવરાત્રિનાં દિવસે રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે માટીનાં પાત્રમાં કે તાંબાનાં લોટામાં જળ, મિશ્રી, કાચુ દૂધ ઉમેરી શિવલિંગ પર ચઢાવવું જોઇએ. જે બાદ શિવલિંગ પર બીલીપત્ર, આંકડાનાં ફૂલ, ચોખા અર્પિત કરવાં જોઇએ. આ દિવસે મહામૃત્યુંજય મંત્ર કે શઇવનો પંચાક્ષ મંત્ર ॐ नमः शिवायનો જાપ કરવો જોઇએ

  આ પણ વાંચો-Mahashivratri 2022: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

  મહાશિવરાત્રિ 2022 મંત્ર (Mahashivratri 2022 Mantra)
  - શિવ ગાયત્રી મંત્ર
  ओम तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।
  આ મંત્રનો જાપ સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

  -મહામૃત્યુંજય મંત્ર
  ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
  उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥

  -શિવ આરોગ્ય મંત્ર
  माम् भयात् सवतो रक्ष श्रियम् सर्वदा।
  आरोग्य देही में देव देव, देव नमोस्तुते।।
  ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
  उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्।।

  ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ મંત્રનો જાપ પણ કરી શકો છો

  -ધન સંપત્તિની પ્રાપ્તિ માટે શિવ મંત્ર
  ओम हृौं शिवाय शिवपराय फट्।।

  મહાશિવરાત્રિની પૌરાણિક કથા (Mahashivratri Katha)
  પૌરાણિક કથાઓ અનુસાર, મહાશિવરાત્રિ પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું. ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા. વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા. જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવ બારાત કાઢવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે, દામ્પત્ય જીવન સુખી બને છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Mahashivratri, Mahashivratri 2022, Muhurat, Puja, Shubh Yog, Vidhi

  આગામી સમાચાર