Mahashivratri 2021: મહાશિવરાત્રિ પર આ મંત્રો સાથે કરો ભગવાન શિવની પૂજા, મળશે મનપસંદ જીવનસાથી

મહાશિવરાત્રિના દિવસે પૂજા કરતી વખતે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો મનુષ્યનું ભાગ્ય બદલાઈ શકે છે

મહાશિવરાત્રિના દિવસે પૂજા કરતી વખતે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો મનુષ્યનું ભાગ્ય બદલાઈ શકે છે

  • Share this:
    Mahashivratri 2021: આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું પર્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ તહેવાર ભગવાન શિવ (Lord Shiva) અને પાર્વતી માતા (Mata Parvati)ના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટાભાગની કુંવારી યુવતીઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને શિવ શંકરની પૂજા કરે છે.

    માન્યતા મુજબ, આવું કરવા પર તેમને ગમતા વરની પ્રાપ્તિ થાય છે. આવો આપને જણાવીએ કે મહાશિવરાત્રિના દિવસે પૂજા કરતી વખતે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો મનુષ્યનું ભાગ્ય બદલાઈ શકે છે. કહેવાય છે કે ભગવાન શિવની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મળે છે. એવામાં મહાશિવરાત્રિનું વ્રત રાખો અને રાત્રે શિવલિંગ પર જળ ચઢાવો. જળ ચઢાવતી વખતે '' ૐ મહાશિવાય સોમાય નમ''ના જાપ કરો. ત્યારબાદ શિવજી પર ગાયનું દૂધ ચઢાવો. સાથોસાથ મધની ધારા પણ અર્પિત કરો. ત્યારબાદ શિવજીને લાલ ચંદન લગાવો.

    આ પણ વાંચો, કોરોના વેક્સિન લીધા બાદ મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે સાઈડ ઈફેક્ટ

    અંતમાં ભગવાન શિવની આરતી કરો. આવું કરવાથી મનની તમામ કામનાઓ પૂરી થાય છે. ક્યારે પણ ધનની ખોટ નહીં થાય, કલહથી છુટકારો મળશે. સાથોસાથ મનપસંદ જીવનસાથી મળશે. આ ઉપરાંત નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનો પણ અંત થઈ જશે. ભગવાન શિવ ખૂબ ક્રોધવાળા દેવતા માનવામાં આવે છે. પરંતુ તેની સાથે જ તેમને સૌથી ઝડપથી પ્રસન્ન કરી શકાય છે અને તેમની કૃપા મેળવી શકાય છે. ભગવાન શિવની ભક્તિ મંત્રો વગર અધૂરી છે. આવો જાણીએ ભગવાન શિવના પ્રભાવશાળી મંત્રો વિશે....

    મહામૃત્યુંજય મંત્ર
    ૐ ત્રયમ્બંકં યજામહે ।
    સુગન્ધિ્મ્ પુષ્ટિમવર્ધનમ્ ।
    ઉર્વારૂકમિવ બન્ધ નામ્ ।
    મૃત્યોૂર્મુક્ષીયમામૃતાત્ ।।

    આ પણ જુઓ, VIDEO- ગજબની ટેક્નોલોજીથી બની છે આ હેલ્મેટ, પહેર્યા વગર નહીં થાય બાઇક સ્ટાર્ટ

    શિવજીનો મૂળ મંત્ર
    ૐ નમઃ શિવાય।।

    ભગવાન શિવનો પ્રભાવશાળી મંત્ર
    - ઓમ સાધો જાતયે નમઃ।।
    - ઓમ વામ દેવાય નમઃ।।
    - ઓમ અઘોરાય નમઃ।।
    - ઓમ તત્પુરુષાય નમઃ।।
    - ઓમ ઈશાનાય નમઃ।।
    - ૐ હ્રીં ર્રાંઃર નમઃ શિવાય।।

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિેશેષજ્ઞનો સંપર્ક કરો.)
    Published by:Mrunal Bhojak
    First published: