મહાશિવરાત્રી: બિલિપત્ર ચઢાવવાનો પૌરાણિક મંત્ર, મળશે 1 કરોડ કન્યાદાન પુણ્યનું ફળ

બિલિપત્ર ચઢાવવાથી કેટલાએ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ બિલિપત્ર જો આ વિશેષ મંત્ર સાથે ચઢાવવામાં આવે તો, તેનાથી મળતા પુષ્ય ફળમાં અનેક ઘણો વધારો થાય છે

News18 Gujarati
Updated: March 4, 2019, 7:51 AM IST
મહાશિવરાત્રી: બિલિપત્ર ચઢાવવાનો પૌરાણિક મંત્ર, મળશે 1 કરોડ કન્યાદાન પુણ્યનું ફળ
બિલિપત્ર ચઢાવવાથી કેટલાએ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ બિલિપત્ર જો આ વિશેષ મંત્ર સાથે ચઢાવવામાં આવે તો, તેનાથી મળતા પુષ્ય ફળમાં અનેક ઘણો વધારો થાય છે
News18 Gujarati
Updated: March 4, 2019, 7:51 AM IST
બિલિપત્ર ભગવાન શિવને ખુબ પ્રિય છે. આ પત્ર શિવના ત્રણ નેત્ર સમાન દેખાય છે. 3નો મહિમા આમ પણ ભગવાન શિવના સંબંધમાં અત્યંત ખાસ માનવામાં આવ્યો છે. ત્રિશૂલ, ત્રિનેત્ર અને શિવતિલકની ત્રણ ધારીઓ. આ 3 યુગ, 3 ગુણ અને 3 લોકનું પ્રતિનિધિત્વ કરે છે.

શિવને બિલિપત્ર ખુબ પ્રિય છે. સર્વપ્રથમ બિલિપત્રના ઝાડને નિવેદન કરો. બિલિપત્રોને તોડી શિવને અર્પણ કરવાથી શિવ સામીપ્ય પ્રાપ્ત થાય છે. અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા, પૂર્ણિમા અને સોમવારે બિલિપત્ર ન તોડવું જોઈએ.

સોમવાર શિવનો પ્રિય દિવસ છે. જેથી આ દિવસના એક દિવસ પહેલા તોડેલુ બિલિપત્ર પૂજનમાં ઉપયોગ લેવું જોઈએ. ખરીદીને લાવેલુ બિલિપત્ર કોઈ પણ દિવસે પ્રયોગ કરી શકાય છે.

ઋષિઓએ તો એવું કહ્યું છે કે, બિલિપત્ર ભોલે-ભંડારીને ચઢાવવાથી 1 કરોડ કન્યાદાનનું પુણ્ય મળે છે.

બિલિનું વૃક્ષ આપણે ત્યાં સંપૂર્ણ સિદ્ધિઓનું આસ્રય સ્થળ છે. આ વૃક્ષ નીચે સ્ત્રોત પાઠ કે જપ કરવાથી તેના ફળમાં અનંત ઘણી વૃદ્ધિ સાથે જ ઝડપી સિદ્ધી પ્રાપ્ત થાય છે. આના ફળની સમિધાથી લક્ષ્મીનું આગમન થાય છે.

બિલિપત્રના સેવનથી કર્ણ સહિત અનેક રોગોનું સમન થાય છે. બિલિપત્ર તમામ દેવી-દેવતાઓને અર્પિત કરવાનું વિધાન શાસ્ત્રોમાં વર્ણિત છે. 'न यजैद् बिल्व पत्रैश्च भास्करं दिवाकरं वृन्तहीने बिल्वपत्रे समर्पयेत' અનુસાર ભગવાન સૂર્યનારાયણને પણ પૂરી ડંડી તોડી બિલિપત્ર અર્પિત કરી શકો છો.
Loading...

જો સાધક સ્વયં બિલિપત્ર તોડે તો, તેને ઋષિ અચારેન્દુ દ્વારા આ મંત્રનો જાપ કરવો જોઈએ.

'अमृतोद्भव श्री वृक्ष महादेवत्रिय सदा।
गृहणामि तव पत्राणि शिवपूजार्थमादरात्।।'

બિલિપત્ર ક્યારે ન તોડાય
લિંગપુરાણમાં બિલિપત્ર તોડવા માટે ચતુર્થિ, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવાસ્યા, સંક્રાંતિ કાળ અને સોમવારને નિષેધ માનવામાં આવ્યા છે. શિવ અથવા દેવતાઓને બિલિ પ્રિય હોવાના કારણે તેને સમર્પિત કરવા માટે કોઈ પણ દિવસ અથવા કાળ જાણવાની આવશ્યકતા નથી. આ હંમેશા ઉપયોગ હેતુ ગ્રાહ્ય છે. આને એક વખત પ્રયોગ કર્યા બાદ ધોઈ તેને ફરી પ્રયોગમાં લઈ સકવાનું પણ સ્કન્દ પુરાણના આ સ્લોકમાં ઉલ્લેખ અને આજ્ઞા છે.

'अर्पितान्यपि बिल्वानि प्रक्षाल्यापि पुन: पुन:।
शंकरार्यर्पणियानि न नवानि यदि क्वाचित।।'

બિલિપત્રના એ જ પત્તા પૂજા માટે ઉપયોગી છે, જેના ત્રણ પત્ર અથવા પત્ર એકસાથે સંલગ્ન હોય. ત્રિસંખ્યાથી ઓછી પત્તીવાળા બિલિપત્ર પૂજન યોગ્ય નથી. પ્રભૂને અર્પિત કરતા પહેલા બિલિપત્રની ડંડીની ગાંઠ તોડી દેવી જોઈએ.

સારદિપીકાના 'स्युबिल्व पत्रमधो मुखम्' અનુસાર, બિલિપત્રની નિચેની તરફ મુખ કરીને (પત્તાનો ચિકણો ભાગ નીચે રહે) તે રીતે ચઢાવવું જોઈએ. પત્રની સંખ્યામાં વિષમ સંખ્યાનું વિધાન શાસ્ત્રસમ્મત છે.

બિલિપત્ર ચઢાવવાથી કેટલાએ ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ બિલિપત્ર જો આ વિશેષ મંત્ર સાથે ચઢાવવામાં આવે તો, તેનાથી મળતા પુષ્ય ફળમાં અનેક ઘણો વધારો થાય છે.

બિલિપત્ર ચઢાવવાનો મંત્ર

नमो बिल्ल्मिने च कवचिने च नमो वर्म्मिणे च वरूथिने च
नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुब्भ्याय चा हनन्न्याय च नमो घृश्णवे॥

दर्शनं बिल्वपत्रस्य स्पर्शनम्‌ पापनाशनम्‌। अघोर पाप संहारं बिल्व पत्रं शिवार्पणम्‌॥
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुधम्‌। त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्‌॥
अखण्डै बिल्वपत्रैश्च पूजये शिव शंकरम्‌। कोटिकन्या महादानं बिल्व पत्रं शिवार्पणम्‌॥
गृहाण बिल्व पत्राणि सपुश्पाणि महेश्वर। सुगन्धीनि भवानीश शिवत्वंकुसुम प्रिय।
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...