બ્રહ્માજીએ આ દિવસે રચી હતી સૃષ્ટિ, ભગવાન રામ સાથે પણ જોડાઈ છે આ તહેવારની કથા

News18 Gujarati
Updated: March 23, 2020, 4:06 PM IST
બ્રહ્માજીએ આ દિવસે રચી હતી સૃષ્ટિ, ભગવાન રામ સાથે પણ જોડાઈ છે આ તહેવારની કથા
ગુડી પડવાના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી.

શાસ્ત્રો અનુસાર, ગુડીનો અર્થ થાય છે વિજય અને પડવાનો અર્થ થાય છે પ્રતિપદા

  • Share this:
અમદાવાદઃ ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અનેક પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. આ તમામ તહેવારોનું શાસ્ત્રોમાં અલગ-અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. ભારતીય તહેવારની ખાસ વાત એ છે કે તેની કથા કોઈને કોઈ દેવી-દેવતા સાથે જોડાયેલી હોય છે. આવો જ એક પર્વ છે ગુડી પડવો (Gudi padwa 2020).

ગુડી પડવો (Gudi padwa 2020) મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતના અનેક હિસ્સાઓમાં ઉજવાય છે. આ વર્ષે ગુડી પડવાનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવશે. ગુડી પડવાને દેશના અનેક હિસ્સાઓમાં પ્રતિપ્રદા કે યુગાદિ નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થાય છે.

ગુડી પડવાનો અર્થ શું થાય છે?

શાસ્ત્રો અનુસાર, ગુડીનો અર્થ થાય છે વિજય અને પડવાનો અર્થ થાય છે પ્રતિપદા. આ તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષના પહેલો દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રના દરેક ઘરમાં હિન્દુ નવા વર્ષની ઉજવણી માટે વિજયના પ્રતીક મનાતા ગુડીને લગાડવામાં આવે છે. આ દિવસે શાલિવાહન શકની શરૂઆત પણ થાય છે.

બ્રહ્માજીએ કરી હતી સૃષ્ટિની રચના

પૌરાણિક કથાઓ અનુસાર ગુડી પડવાના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. એવું માનવામાં આવે છે કે આ દિવસથી સતયુગનો આરંભ થયો હતો. એક અન્ય કથા મુજબ, ગુડી પડવાના જ દિવસે ભગવાન શ્રીરામે બાલિનો વધ કરી દક્ષિણ ભારતના લોકોને બાલિના આતંકથી મુક્ત કરાવ્યા હતા. ભગવાન શ્રીરામ દ્વારા બાલિના વધ કર્યા બાદ લોકોએ પોતાના ઘરોમાં વિજય પતાકા ફરકાવી હતી, જેને ગુડી કહેવામાં આવે છે.આ પણ વાંચો, 25મી માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, બની રહ્યાં છે ત્રણ દુર્લભ સંયોગ

ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના લોકો સમગ્ર ઘરની વિશેષ પ્રકારથી સાફ-સફાઈ કરે છે. આ દિવસે લોકો શ્રીખંડ, પુરી અને પૂરણ પોળી વિશેષ રીતે બનાવવામાં આવે છે. પૂરણ પોળી એક પ્રકારની મીઠી રોટલી હોય છે. ગુડી પડવાના દિવસે મહિલાઓ 9 ગજ લાંબી સાડી જેને નૌવારી તરીકે જાણીતી છે તે પહેરીની 16 શ્રૃંગાર કરે છે અને પુરુષ ધોતી-કુર્તીની સાથે લાલ કે કેસરી રંગની પાઘડી બાંધે છે.

આ પણ વાંચો, આ પાંચમાંથી એક રાશિ તમારા લાઇફ પાર્ટનરની તો નથી ને? હોય તો થોડું સંભાળજો

 
First published: March 23, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading