Home /News /dharm-bhakti /

અહીં સ્થાપિત કરેલી ગણપતિની મૂર્તિને આ કારણે ન કરાઇ વિસર્જિત

અહીં સ્થાપિત કરેલી ગણપતિની મૂર્તિને આ કારણે ન કરાઇ વિસર્જિત

મહારાષ્ટ્રના અકોલામાં એક એવા ગણપતિ જેનું વિસર્જન કરવામાં આવ્યું નહીં.

મહારાષ્ટ્રના અકોલામાં એક એવા ગણપતિ જેનું વિસર્જન કરવામાં આવ્યું નહીં. ખરેખર આ પ્રતિમા 21 લાખ રૂપિયાની કિંમતની નોટથી બનેલી છે.

  ગુરુવારે દેશભરમાં ગણપતિ વિસર્જનની ઉજવણી કરવામાં આવી છે. બાપ્પાને 10 દિવસ સુધી સ્થાપિત કર્યા પછી, લોકો તેમને આવતા વર્ષે પાછા નોતરવા માટે વાજતે-ગાજતે વિસર્જન કરે છે. જો કે, મહારાષ્ટ્રના અકોલામાં એક બાપ્પાની સ્થાપની કરવામાં આવી છે જેનું વિસર્જન કરવામાં આવ્યું નથી. ખરેખર, આ વિશેષ ગણપતિ પ્રતિમા 21 લાખ રૂપિયાની નોટથી બનેલી છે.

  આ મૂર્તિ અકોલામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 12 ફૂટ ઊંચી પ્રતિમાને દિવ્યાંગ કલાકાર ટીલ્લુ તાવડીએ બનાવી છે. તેઓએ ગણપતિની મૂર્તિને 1 રૂપિયાથી 10, 100, 200, 500 અને 2000 રૂપિયા સુધીની નોટથી બનાવી છે. શહેરના વીર ભગતસિંહ ગણેશ ઉત્સવ મંડળમાં આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.  જો કે, આ પ્રતિમાં ઓરિજનલ નોટથી બનેલી હોવાને કારણે વિસર્જિત કરવામાં આવી નથી ટિલ્લુએ કહ્યું કે પ્રતિમામાંથી નોટો બહાર કાઢવામાં આવશે અને મંડળ તંત્રને સંપૂર્ણ રકમ સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રતિમાંથી કોઈ પ્રદૂષણ નહીં થાય. તાવડીએ કહ્યું કે ગયા વર્ષે તેણે 1100 નારિયેળમાંથી ગણપતિની પ્રતિમાં બનાવવામા આવી હતી અને 2017માં બોલ, ક્રિકેટ બેટ અને રોકેટથી બનાવવામાં આવી હતી.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Dharm Bhakti

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन