Home /News /dharm-bhakti /Mahadasha: ગ્રહની મહાદશા એટલે શું? કયા ગ્રહની મહાદશા કેટલો સમય ચાલે છે?
Mahadasha: ગ્રહની મહાદશા એટલે શું? કયા ગ્રહની મહાદશા કેટલો સમય ચાલે છે?
શું છે ગ્રહોની મહાદશા?
Mahadasha: ચાલુ વર્ષમાં કોઈ ઘર બનાવવાનું વિચારી રહ્યું છે, તો કોઈ નવો બિઝનેસ ઊભો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બધા મહત્વપૂર્ણ કાર્યોમાં ગ્રહોની ચાલની અસર પડતી હોય છે. કુંડળીમાં ગ્રહોની મહાદશાના કારણે વ્યક્તિને કાર્યોમાં અડચણોનો સામનો કરવો પડે છે.
જાતકના જન્મ સમયે નક્ષત્રનું ખાસ મહત્વ માનવામાં આવે છે. વ્યક્તિનો જન્મ જે નક્ષત્રમાં થયો હોય તે નક્ષત્રના સ્વામી ગ્રહની મહાદશાથી તે વ્યક્તિના જીવનની શરૂઆત થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો જન્મ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હોય તો તે નક્ષત્રનો સ્વામી સુર્ય હોવાના કારણે વ્યક્તિનો જન્મ સુર્યની મહાદશામાં થયો હોવાનું ગણાય છે. આ નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિને પહેલા સુર્ય, ત્યારબાદ ચંદ્ર અને બાદમાં અન્ય ગ્રહોની મહાદશા તબક્કાવાર લાગુ પડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની મહાદશાનો કુલ સમયગાળો 120 વર્ષનો હોય છે. પહેલાના સમયમાં વ્યક્તિના જીવનમાં તમામ ગ્રહોની મહાદશા આવતી હતી. પરંતુ આજના સમયમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં બધી મહાદશાઓ આવે તે લગભગ અશક્ય છે. કોઈ પણ વ્યક્તિના જીવન કાળ પર અમુક ગ્રહોની જ અસર પડે છે.
તમામ 9 ગ્રહોની મહાદશાનો કુલ સમયગાળો 120 વર્ષ માનવામાં આવે છે. જેમાં સૌથી વધુ 20 વર્ષની મહાદશા શુક્ર દેવની છે. શુક્ર પછી 19 વર્ષ માટે શનિ અને 18 વર્ષ માટે રાહુની ગણાય છે. બુધની મહાદશા 17 વર્ષ માટે હોય છે, ગુરુની 16 વર્ષની અને ચંદ્રની 10 વર્ષની હોય છે. મંગળ અને કેતુ 7-7 વર્ષ અને સૌથી ટૂંકી સૂર્યની 6 વર્ષની ગણાય છે.
વ્યક્તિની કુંડળીમાં સૂર્યની મહાદશા હોય કે સૂર્યદેવ અશુભ સ્થાનમાં હાજર હોય તો તેમણે દાન-પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આ માટે તેમણે ઓછામાં ઓછા 108 વખત 'ઓમ ઘૂણી: સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે તેમણે રિંગ ફિંગરમાં તાંબાની ધાતુ સાથે માણિક્ય ધારણ કરવું જોઈએ અને સૂર્ય આદિત્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને સમસ્યાઓ ઓછી થતી જોવા મળશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને સૂચનો પર આધારિત છે. તેની વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તજજ્ઞનો સંપર્ક કરવો.)
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર