Mahashivratri 2022: મહાશિવરાત્રિ વિશેષ- ગળામાં સર્પ કેમ ધારણ કરે છે ભગવાન શિવ? જાણો કારણ
Mahashivratri 2022: મહાશિવરાત્રિ વિશેષ- ગળામાં સર્પ કેમ ધારણ કરે છે ભગવાન શિવ? જાણો કારણ
મહાશિવરાત્રિ (Photo- Pixabay)
Mahashivratri 2022: મહાશિવરાત્રિનું પાવન પર્વ આ વર્ષે પેલી માર્ચે છે. આ દિવસે ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ પોતાના ગળામાં નાગ કેમ ધારણ કરે છે? આવો જાણીએ.
Mahashivratri 2022: મહાશિવરાત્રિનું પાવન પર્વ આ વર્ષે 1 માર્ચે છે. આ દિવસે ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર રૂદ્રાભિષેક થાય છે, જેનાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિના દિવસે સવારથી જ શિવ મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે, શિવ ચાલીસા, શિવજીની આરતી અને શિવ મંત્રોથી આખું વાતાવરણ ગૂંજી ઉઠે છે. મહાશિવરાત્રિ મહા વદ ચૌદસના મનાવવામાં આવે છે. મહાશિવરાત્રિ આવવાની છે, ત્યારે જાણીએ ભગવાન શિવ પોતાના ગળામાં સર્પ શા માટે ધારણ કરે છે?
શિવના સર્પ ધારણ કરવાનું રહસ્ય
તમે મહાદેવના ચિત્રોમાં જોયું હશે, તેના ભગવાન શિવના ગળામાં સર્પની માળા છે. આખરે ભગવાન ભોલેનાથ સર્પની માળા શા માટે ધારણ કરે છે. આ જાણવા માટે તમારે નાગરાજ વાસુકી વિશે જાણવું પડશે. નાગરાજ વાસુકી નાગ લોકના રાજા છે અને તેઓ ભગવાન શિવના પરમ ભક્ત છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને કોઈ વરદાન માગવા કહ્યું.
ત્યારે નાગરાજ વાસુકીએ કહ્યું કે હે પ્રભુ! તમારી ભક્તિ સિવાય કંઈપણ ન જોઈએ. જો તમને કંઈ આપવું જ છે તો, તમે મને પોતાના સામીપ્યમાં લઈ લો. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાના ગણોમાં સામેલ કર્યા.
તો નાગરાજ વાસુકી ભગવાન શિવના ગળામાં હાર બનીને સ્વયંને ગર્વ અનુભવે છે અને ભગવાન શિવની શોભા વધારે છે. ભગવાન શિવના એ વરદાનને કારણે તેમના ગળામાં નાગરાજ વાસુકી સદા વીંટળાયેલા રહે છે.
તેનો બીજો ભાવ એ પણ છે કે ભગવાન શિવ જ આદિ છે અને અંત પણ છે. તેઓ ગુણોથી પરે છે. તેમની સમકક્ષ કોઈ નથી કારણકે તેઓ મહાદેવ છે. તેઓ જ મહાકાળ છે. તેમણે સારા, ખરાબ, ગુણ, અવગુણ, વિષ, અમૃત બધા પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તેઓ નિર્ગુણ છે.
તેઓ દર્શાવે છે કે જે ગુણ, અવગુણ, સમ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સંતુલન સ્થાપિત કરીને પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે, તે જ સર્વશક્તિમાન છે. તે જ બ્રહ્મ છે, તે જ શિવ છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર