Home /News /dharm-bhakti /

Maha Shivratri 2022:આ વર્ષમાં ક્યારે આવશે મહાશિવરાત્રી, જાણો કેવી રીતે કરશો શિવની આરાધના

Maha Shivratri 2022:આ વર્ષમાં ક્યારે આવશે મહાશિવરાત્રી, જાણો કેવી રીતે કરશો શિવની આરાધના

પ્રતીકાત્મક તસવીર (Image-shutterstock.com)

Maha Shivaratri 2022: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. ફાગણ મહિનામાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ અને પૂજા કરે છે.

    મહા શિવરાત્રી (Maha Shivratri 2022) એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર ભગવાન શિવની પૂજા કરીને ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, મહા શિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી (Maha Shivratri) 1લી માર્ચે ઉજવવામાં આવશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ (Shiv) અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિ પર થયા હતા. મહાશિવરાત્રીના ખાસ અવસર પર ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે. માતા પાર્વતીની જેમ, છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે ઉપવાસ રાખે છે અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને તેમની પૂજા કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવના ખાસ આર્શીવાદ પ્રાપ્ત થાય છે.

    આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને અવરોધોથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે.

    શિવરાત્રીના શુભ મૂહુર્ત

    આ વર્ષે મહાશિવરાત્રીનો શુભ દિવસ 1 માર્ચ મંગળવારના રોજ સવારે 3.16 કલાકથી શરૂ થશે. ચતુર્દશી તિથિ 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રિની પૂજા ચાર ચરણમાં થાય છે. ચાર તબક્કામાં પૂજા માટે શુભ મુહૂર્ત છે.

    આ પણ વાંચો: 10 February 2022: આ રાશિના જાતકોને મહેનત કરતા બમણો લાભ થશે

    પ્રથમ ચરણ- 1 માર્ચે સાંજે 6.21 થી રાત્રે 9.27 સુધી

    બીજુ ચરણ- 1 માર્ચે રાત્રે 9.27 થી રાત્રે 12.33 સુધી

    ત્રીજુ ચરણ - 2 માર્ચે સવારે 12.33થી 3.39 સુધી

    ચોથું ચરણ- 2 માર્ચે સવારે 3.39થી સવારે 3.45 સુધી

    કેવી રીતે કરશો ભગવાન શિવની આરાધના

    ફાગણ મહિનાની મહાશિવરાત્રિને વર્ષની સૌથી મોટી શિવરાત્રિ માનવામાં આવે છે. તમારા દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કરો. આ પછી ઘરમાં પૂજા સ્થાન પર પાણીથી ભરેલો કલશ સ્થાપિત કરો. બાદમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓને કલશ સાથે રાખો.

    ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, સોપારી, રોલી, મોલી, ચંદન, લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા, બીલીપત્ર, કમળના પાન અને ફળો અર્પણ કરો. પૂજા કરો અને અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરો.

    આ પણ વાંચો: Gemology: બુધ ગ્રહના રત્ન પન્નામાં છુપાયેલા છે અનેક રહસ્યો, જાણકારી વગર ન પહેરો

    શિવ રાત્રી પૂજા મંત્ર

    લોકો આ દિવસે મહામૃત્યુંજય અને શિવ મંત્રનો પાઠ કરે છે. જેથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર રહેશે અને તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.

    1. મહામૃત્યુંજય મંત્ર- ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्

    2. શિવ મંત્ર- ॐ नमः शिवाय

    જો તમે બધી વિધિઓ સાથે પૂજા કરો છો, તો એવું માનવામાં આવે છે કે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Lord shiva, Mahashivratri, મહાશિવરાત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन