Home /News /dharm-bhakti /

Mahashivratri 2022: મહા શિવરાત્રિ વિશેષ- મસ્તક પર ચંદ્ર શા માટે ધારણ કરે છે ભગવાન શિવ? આ છે કારણ

Mahashivratri 2022: મહા શિવરાત્રિ વિશેષ- મસ્તક પર ચંદ્ર શા માટે ધારણ કરે છે ભગવાન શિવ? આ છે કારણ

મહાશિવરાત્રિ 2022

Mahashivratri 2022: મહા શિવરાત્રિ વિશેષ શ્રેણીમાં જાણીએ કે ભગવાન શિવ પોતાના મસ્તક પર ચંદ્ર (Moon) શા માટે ધારણ કરે છે. આ અંગે શિવ મહાપુરાણમાં કથા છે.

  Mahashivratri 2022: આ વર્ષે મહાશિવરાત્રિ 1 માર્ચના દિવસે મંગળવારે છે. આ દિવસની પ્રતીક્ષા શિવ ભક્તોને આખું વર્ષ રહે છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે બીલીપત્ર, ભાંગ, ધતૂરા, શમી પત્ર, ગંગાજળ, ગાયના દૂધથી શિવલિંગ (Shivling)ની પૂજા કરે છે. આજે મહા શિવરાત્રિ વિશેષ શ્રેણીમાં જાણીએ કે ભગવાન શિવ પોતાના મસ્તક પર ચંદ્ર (Moon) શા માટે ધારણ કરે છે. આ અંગે શિવ મહાપુરાણમાં કથા છે. આવો જાણીએ શિવજીથી જોડાયેલા આ રહસ્ય વિશે.

  શિવના મસ્તક પર ચંદ્ર ધારણ કરવાનું કારણ

  કથા અનુસાર, ચંદ્ર દેવનો વિવાહ રાજા દક્ષની 27 નક્ષત્ર કન્યાઓથી થયો હતો, પરંતુ ચંદ્ર અને રોહિણીમાં પ્રેમ ભાવ સૌથી વધુ હતો. રોહિણીના રૂપ પર ચંદ્રમા મોહિત હતા, જો કે ચંદ્રમા સ્વયં સ્વરૂપવાન હતા. રોહિણી અને ચંદ્રમા વચ્ચે અત્યાધિક પ્રેમથી તેમની અન્ય પત્નીઓને ઈર્ષ્યા થવા લાગી. એ બધાએ પિતા દક્ષને આ વાતની ફરિયાદ કરી.

  આ પણ વાંચો: ગળામાં સર્પ કેમ ધારણ કરે છે ભગવાન શિવ?

  ત્યારે રાજા દક્ષે ચંદ્ર દેવને ક્ષય રોગ થવાનો શ્રાપ આપી દીધો. ક્ષય રોગને કારણે ચંદ્ર દેવની સ્થિતિ ખરાબ થવા લાગી, ત્યારે નારદજીએ તેમને મહાકાલ ભગવાન શિવની પૂજાનું સૂચન કર્યું. તેમણે શિવલિંગની સ્થાપના કરીને શિવ પૂજા પ્રારંભ કરી. જ્યારે તેમના પ્રાણ નીકળવાના હતા, એ પહેલા ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને ક્ષય રોગથી મુક્તિનું વરદાન આપ્યું અને તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા, જેથી તેઓ જલ્દી ઠીક થઈ જાય.

  ભગવાન શિવે પ્રદોષ કાળમા ચંદ્રમાને ક્ષય રોગથી મુક્ત કર્યા હતા, આ કારણે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ત્યારથી ભગવાન શિવ સોમનાથ (Somnath), ચંદ્રશેખર, શશિધર વગેરે નામોથી પણ ઓળખાય છે.

  આ પણ વાંચો: કઈ રીતે બન્યું ભગવાન શિવનું ધનુષ? જાણો તેનું નામ

  શિવ મસ્તક પર ચંદ્રમા બિરાજવાની અન્ય કથા

  એક કથા એ પણ છે કે જ્યારે ભગવાન શિવે વિષનું પાન કર્યું હતું, ત્યારે બધા દેવી-દેવતાઓએ તેમને સૂચન કર્યું હતું કે તે ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરી લે, જેથી તીવ્ર વિષનો પ્રભાવ ઓછો થઈ જશે. ચંદ્રમા શીતળ હોય છે, એટલે દેવતાગણ આવું કહી રહ્યા હતા. જો કે, શિવજીને માલૂમ હતું કે શીતળાને લીધે ચંદ્રમા વિષનો પ્રભાવ સહન નહીં કરી શકે. પરંતુ દેવતાઓના નિવેદનને જોતાં ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કરી લીધો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharma, Dharma bhakti, Lord shiva, Mahashivratri, Somnath, ધર્મભક્તિ

  આગામી સમાચાર