Home /News /dharm-bhakti /

Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર રાશિ મુજબ કરો શિવ પૂજા, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર રાશિ મુજબ કરો શિવ પૂજા, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

મહાશિવરાત્રિ 2022 (Image- Pixabay)

Mahashivratri 2022: શિવ પૂજા (Shiva Puja)નો સૌથી ઉત્તમ દિવસ મહાશિવરાત્રિ 1લી માર્ચે છે. એ દિવસે તમે તમારી રાશિ (Zodiac Sign) અનુસાર ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરી તેમને પ્રસન્ન કરી શકો છો.

    Mahashivratri 2022: શિવ પૂજા (Shiva Puja)નો સૌથી ઉત્તમ દિવસ મહાશિવરાત્રીએ 1લી માર્ચે છે. આ દિવસે તમે તમારી રાશિ (Zodiac Sign) અનુસાર ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો. તેમની કૃપા મેળવી શકો છો. રાશિ અનુસાર શિવજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને શાંતિ મળે છે. દરેક રાશિનો પોતાનો સ્વામી ગ્રહ હોય છે, તેના આધારે ભગવાન શિવની તેમની પ્રિય વસ્તુઓથી પૂજા કરવામાં આવે છે, જેથી મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ શકે. ચાલો જાણીએ કે આ મહાશિવરાત્રી પર તમે તમારી રાશિ પ્રમાણે શિવની પૂજા કેવી રીતે કરશો?

    મહાશિવરાત્રી 2022 રાશિ પ્રમાણે શિવ પૂજા

    મેષ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર બિલી પત્ર, લાલ ફૂલ અને લાલ ચંદનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

    વૃષભ- મહાશિવરાત્રિ પર વૃષભ રાશિના લોકોએ શિવને દૂધ મિશ્રિત જળથી અભિષેક કરવો જોઈએ. ચમેલીના ફૂલ અર્પણ કરો.

    આ પણ વાંચો: શિવરાત્રિ અને મહાશિવરાત્રિમાં શું અંતર છે?

    મિથુન- મહાશિવરાત્રિએ તમારી રાશિના લોકોએ શિવલિંગ પર ધતુરા, ભાંગ અને દહીં મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. આ સાથે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ.

    કર્ક- કર્ક રાશિવાળા લોકોએ મહાશિવરાત્રિ પર શિવજીને ગાયના દૂધમાં ભાંગ મિશ્ર કરીને ચંદનનું અત્તર ચઢાવવું જોઈએ.

    સિંહ- મહાશિવરાત્રીના દિવસે સિંહ રાશિના લોકો લાલ ફૂલથી પૂજા કરી શકે છે. તેઓ ઘીનો દીવો પ્રગટાવે અને શિવ ચાલીસાનો પાઠ કરે.

    કન્યા- કન્યા રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા બિલીપત્ર, ભાંગ, ધતુરા, કાળા તલ અને ગંગાજળથી કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કલ્યાણ થશે.

    આ પણ વાંચો: મુખ્ય દ્વાર પર શુભ-લાભ શા માટે લખવામાં આવે છે?

    તુલા- મહાશિવરાત્રિ પર ગાયના દૂધમાં સાકર નાખીને શિવજીનો અભિષેક કરો. તમે પાણીમાં સફેદ ચંદન નાખીને પણ શિવને અભિષેક કરી શકો છો. લાભ થશે.

    વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર બિલીપત્ર, લાલ ગુલાબ અર્પણ કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવ રુદ્રાષ્ટકનો પાઠ કરો.

    ધનુ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર પીળા ફૂલ, ગુલાલ વગેરેથી મહાદેવની પૂજા કરવી જોઈએ. ભોગમાં ખીર ચઢાવો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: 4 zodiac sign, Astrology in gujarati, Dharma bhakti, Lord shiva, Mahashivratri, ધર્મભક્તિ

    આગામી સમાચાર